click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા
Gujarat

સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા

વર્ષ 2026 સોમનાથ મંદિર માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે જાન્યુઆરી 1026માં થયેલા પ્રથમ આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થાય છે. તે સમયે ગઝનીના મહમૂદે સોમનાથ પર ભયાનક આક્રમણ કરી મંદિરને ધ્વસ્ત કર્યું હતું.

Last updated: 2026/01/05 at 12:05 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

સોમનાથ… આ શબ્દ સાંભળતાની સાથે આપણાં મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે. ભારતના પશ્ચિમી તટ પર ગુજરાતમાં પ્રભાસ પાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્તુતિકરણ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ભારતના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ આવે છે, અને તેમાં પણ જ્યોતિર્લિંગોની યાદી “सौराष्ट्रे सोमनाथं च…” થી શરૂ થાય છે. આ જ પંક્તિ દર્શાવે છે કે જ્યોતિર્લિંગોમાં સોમનાથને પ્રથમ સ્થાન અપાયું છે, જે તેના અપરિમિત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વનું પ્રતીક છે.

શાસ્ત્રોમાં પણ સોમનાથના મહાત્મ્યનું મહાન વર્ણન મળે છે—
“सोमलिङ्गं नरो दृष्ट्वा सर्वपापैः प्रमुच्यते।
लभते फलं मनोवाञ्छितं मृतः स्वर्गं समाश्रयेत्॥” 

અર્થાત્, સોમનાથ શિવલિંગના દર્શનથી માનવી સર્વ પાપોથી મુક્ત થાય છે, તેની મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગને પ્રાપ્તિ થાય છે.

દુર્ભાગ્યવશ, આ પવિત્ર ધામ, જે કરોડો લોકોની શ્રદ્ધા અને ઉપાસનાનું કેન્દ્ર હતું, વિદેશી આક્રાંતાઓના નિશાન પર આવ્યું. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો—વિધ્વંસ. વર્ષ 2026 સોમનાથ મંદિર માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે જાન્યુઆરી 1026માં થયેલા પ્રથમ આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થાય છે. તે સમયે ગઝનીના મહમૂદે સોમનાથ પર ભયાનક આક્રમણ કરી મંદિરને ધ્વસ્ત કર્યું હતું.

આ આક્રમણ માત્ર એક મંદિર પર નહીં, પરંતુ ભારતની આસ્થા, સંસ્કૃતિ અને સભ્યતાના પ્રતીક પર કરવામાં આવેલો બર્બર હુમલો હતો. ઐતિહાસિક સ્ત્રોતોમાં આ ઘટનાનું વર્ણન વાંચીએ ત્યારે આજે પણ હ્રદય કંપી ઊઠે છે. એ સમયની માનસિક, સાંસ્કૃતિક અને સામાજિક અસર કેટલી ઊંડી રહી હશે, તેનું કલ્પનામાત્ર આપણને વ્યથિત કરી દે છે.

जय सोमनाथ!

वर्ष 2026 में आस्था की हमारी तीर्थस्थली सोमनाथ ज्योतिर्लिंग पर हुए पहले आक्रमण के 1000 वर्ष पूरे हो रहे हैं। बार-बार हुए हमलों के बावजूद हमारा सोमनाथ मंदिर आज भी अडिग खड़ा है! सोमनाथ दरअसल भारत माता की उन करोड़ों वीर संतानों के स्वाभिमान और अदम्य साहस की गाथा है,…

— Narendra Modi (@narendramodi) January 5, 2026

તથા છતાં, સોમનાથની ગાથા વિનાશની નથી, પરંતુ અડગ સંકલ્પ અને અતૂટ આસ્થાની છે. એક હજાર વર્ષ દરમિયાન અનેક વખત મંદિર પર આક્રમણ થયા, છતાં દરેક પેઢીએ તેને ફરીથી ઊભું કર્યું. વર્ષ 1951માં સોમનાથ મંદિર પોતાનું વર્તમાન ભવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી શક્યું. 11 મે 1951ના રોજ, તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા.

આ પુનર્નિર્માણ સ્વતંત્ર ભારતના પ્રથમ મહાન સંકલ્પોમાંનું એક હતું, જેનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. 1947માં દીવાળીના સમય દરમિયાન તેમની સોમનાથ યાત્રાએ તેમને અત્યંત વ્યથિત કર્યા હતા અને તેમણે ત્યાંજ સંકલ્પ કર્યો હતો કે સોમનાથ ફરી પોતાના ગૌરવ સાથે ઊભું થશે. સરદાર સાહેબ આ દિવસ જોઈ શક્યા નહીં, પરંતુ તેમનું સ્વપ્ન ભવ્ય મંદિરના રૂપમાં સાકાર થયું.

સોમનાથના પુનર્નિર્માણમાં કે.એમ. મુનશીનું યોગદાન પણ અવિસ્મરણીય છે. તેમનું પુસ્તક ‘Somnath: The Shrine Eternal’ આપણને એ સમજ આપે છે કે ભારત માત્ર ઈમારતો પર નિર્ભર સભ્યતા નથી, પરંતુ આત્મા અને ચેતનાની અમરતામાં વિશ્વાસ રાખતી સંસ્કૃતિ છે—

“नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः।”

 

આ જ ચેતનાએ ભારતને દરેક આઘાત પછી ફરીથી ઊભું થવાની શક્તિ આપી છે. આજે વિશ્વ ભારત તરફ આશા અને વિશ્વાસની નજરે જોઈ રહ્યું છે—આપણી સંસ્કૃતિ, યોગ, આયુર્વેદ, કળા, સંગીત અને યુવાનોની સર્જનાત્મક શક્તિ સમગ્ર વિશ્વને પ્રેરણા આપી રહી છે.

સોમનાથ સદીઓથી સૌને જોડતું તીર્થ રહ્યું છે. જૈન મુનિ હેમચંદ્રાચાર્યથી લઈને સ્વામી વિવેકાનંદ સુધી, અનેક મહાન આત્માઓએ અહીંથી પ્રેરણા મેળવી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે સોમનાથ જેવા મંદિરો ભારતની આત્માને સમજવાનો શ્રેષ્ઠ માર્ગ છે—એ જ રાષ્ટ્રીય જીવનધારા છે.

આજે પણ, જ્યારે સોમનાથના દર્શન થાય છે, ત્યારે મનમાં અદભુત શાંતિ અને સ્થિરતા અનુભવાય છે. સમુદ્રની ગર્જના સાથે સોમનાથ જાણે કહે છે કે વિનાશ કરનાર સમય સાથે નષ્ટ થઈ જાય છે, પરંતુ શ્રદ્ધા અને સંકલ્પ સદાકાળ જીવંત રહે છે.

જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર પોતાના સંપૂર્ણ વૈભવ સાથે ફરી ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ બનાવી શકીએ છીએ. આવો, આ જ પ્રેરણાને લઈને નવા સંકલ્પ સાથે આગળ વધીએ—એક વિકસિત ભારતના નિર્માણ માટે, એવું ભારત જે પોતાના સભ્યતાગત જ્ઞાનથી વિશ્વ કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહે.

જય સોમનાથ!

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: @india, @narendramodi, art, Ayurveda, breakingnews, cultural, Culture, currentnews, Foreign Invaders, Ghazni, gujarat, gujarati news, India's Faith, Jain Muni Hemchandracharya, January 1026, latest news, Mahmud, mental, Music, oneindianews, Prabhas Patan, President Dr. Rajendra Prasad, Sardar Vallabhbhai Patel, somnath, Somnath temple, topnews, yoga, આયુર્વેદ, કળા, ગઝની, ગુજરાત, જાન્યુઆરી 1026, જૈન મુનિ હેમચંદ્રાચાર્ય, પ્રભાસ પાટણ, ભારત, ભારતની આસ્થા, મહમૂદે, માનસિક, યોગ, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, વિદેશી આક્રાંતાઓ, સંગીત, સરદાર વલ્લભભાઈ પટેલ, સંસ્કૃતિ, સાંસ્કૃતિક, સોમનાથ, સોમનાથ મંદિર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 5, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી : ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી
Next Article 2020ના દિલ્હી રમખાણ મામલે ‘સુપ્રીમ’ ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?