ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર કટિબદ્ધતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે.
રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે. એટલું જ નહિ, રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જવલ્લેજ ઉભા થતા હોય,ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકશાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પચંકામ કરી, જરૂરી કાર્યવાહી કરી, કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ૩ દિવસમાં કામકાજ પુરુ થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંતજ મોકલવામાં આવે, તે માટે ચીફ સેક્રેટરી, એ.સી.એસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સુચના આપી હતી. જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી,જીલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા જેથી ખેડૂતોને થયેલા નુકશાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય.મુખ્યમંત્રીએ આ અસાધારણ સંજોગો અને રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારેને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ જિલ્લા કલેકટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને આપી છે.
ખેડા જીલ્લામાં પણ ડાંગર,, મગફળી, તમાકુ, કપાસ, દિવેલા, શાકભાજી, બાજરી જેવા પાકો માં નુકસાન છે. ત્યારે જીલ્લા કલેકટર સાથે તમામ ધારાસભ્ય, અને ખેડૂત આગેવાન સાથે નુકસાની અંગે બેઠક કરી સર્વે ની કામગીરી શરુ કરેલ છે.કૂલ ૨,૨૬,૪૯૯ હેક્ટર માં વાવેતર હતું અસરગ્રસ્ત વિસ્તારનું સર્વે ૧૩૦ ટીમ દ્વારા રોજકામ કરવામાં આવી રહેલ છે. જે કામ વધુ જડપ થી કરવા ટીમો કામે લાગેલ છે.
રવિવારે નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યકક્ષાનાં મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, ગુજરાત સરકારના મંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ દંડક પંકજ દેસાઈ, માતરના ધારાસભ્ય, ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અને નડિયાદ એપીએમસીના ચેરમેન, મહામંત્રી રાજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદને સંબોધી હતી. અને સમગ્ર કામગીરી સંદર્ભે માહિતી આપી હતી. આ સમગ્ર પત્રકાર પરિષદ જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel