click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી
Gujarat

‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘ટ્રેનના મુસાફરો પાસેથી વિમાન સેવાની જેમ એકસ્ટ્રા લગેજ માટે વધુ રકમ’ લેવાના અહેવાલનો રદીયો આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ટ્રેનના મુસાફરો કેટલો સામાન સાથે લઈ જઈ શકે તે દાયકાઓથી નિયમ બનાવાયો છે, તેમાં તાજેતરમાં કોઈ નવો નિયમ બનાવાયો નથી.

Last updated: 2025/08/21 at 6:54 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં મુસાફરોના લગેજ સંબંધિત ચર્ચાઓ પર સંપૂર્ણ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે “ભારતીય રેલવે મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી રીતે વધારાના લગેજ માટે એક્સ્ટ્રા ચાર્જ વસૂલે છે” એવો અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે. તેમણે કહ્યું કે, ટ્રેનમાં મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તેના નિયમો દાયકાઓથી જ અમલમાં છે અને તેમાં કોઈ નવો નિયમ તાજેતરમાં લાગુ કરવામાં આવ્યો નથી. રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે મુસાફરોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને લગેજ અંગેની વ્યવસ્થા કાયમી છે, પરંતુ તેમાં કોઈ પ્રકારનો વધારો કે નવી શરતો મૂકવામાં આવી નથી.

અગાઉ આવેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય રેલવે વિમાન સેવા જેવી જ પદ્ધતિ અપનાવીને લગેજ માટે વધારાનો ચાર્જ વસૂલી રહી છે. રિપોર્ટ્સમાં એ પણ જણાવાયું હતું કે મુસાફરોને મફતમાં નક્કી મર્યાદા મુજબ સામાન લઈ જવાની છૂટ છે, પરંતુ તેનાથી વધુ પર ચાર્જ વસૂલાશે. આ અહેવાલોમાં અલગ-અલગ કોચ માટે અલગ મર્યાદાઓ બતાવવામાં આવી હતી – જેમ કે, ફર્સ્ટ ક્લાસ એસીમાં 70 કિગ્રા, એસી સેકન્ડ ક્લાસમાં 50 કિગ્રા, થર્ડ એસી અને સ્લીપર ક્લાસમાં 40 કિગ્રા અને જનરલ ટિકિટ પર મુસાફરી માટે 35 કિગ્રા સુધીનો સામાન મફત લઈ જવાની મંજૂરી છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવાયું હતું કે, ઉત્તર રેલવે અને ઉત્તર-મધ્ય રેલવેએ લખનૌ, પ્રયાગરાજ, મિર્ઝાપુર, કાનપુર, અલીગઢ અને અન્ય કેટલાક મોટા સ્ટેશનો પરથી આ નિયમોને કડક રીતે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

રેલવેના સૂત્રો મુજબ, વધારાનો સામાન લઈ જવાથી કોચની અંદર મુસાફરોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે અને અન્ય મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત, વધુ સામાન સલામતી માટે જોખમરૂપ બને છે. આ કારણે મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત મર્યાદા પ્રમાણે જ સામાન સાથે લઈ જાય. જો સામાન વધારે હોય તો તેને બુક કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે, પરંતુ એ માટે દંડ લાદવાની બાબત સંપૂર્ણપણે ખોટી છે.

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક લગેજ મશીનો સ્થાપિત કરવાની યોજના પર કામ કરી રહી છે, જેથી સામાનનું વજન સરળતાથી માપી શકાય. પ્લેટફોર્મ પર પ્રવેશતા પહેલા મુસાફરોના સામાનનું વજન તેમજ કદ બંનેની ચકાસણી કરવામાં આવશે. નિયમ મુજબ મુસાફરોને 10 કિગ્રા સુધીનો વધારાનો સામાન લઈને જવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ તેનાથી વધુ પર સામાન બુક કરાવવું ફરજીયાત રહેશે. ખાસ વાત એ છે કે લગેજનું કદ પણ નિર્ધારિત મર્યાદામાં હોવું જોઈએ. જો બેગનું કદ વધુ હોય, તો દંડ લાદવાની સંભાવના છે, ભલે તે બેગનું વજન મર્યાદાથી ઓછું હોય.

લખનૌ ઉત્તર રેલવેના સિનિયર ડીસીએમ કુલદીપ તિવારીએ જણાવ્યું કે મુસાફરોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને લગેજ વ્યવસ્થા અમલમાં છે. આ પગલાંથી મુસાફરોને મુસાફરી દરમ્યાન મુશ્કેલી ન પડે અને રેલવે કોચોમાં સુવિધાજનક પરિસ્થિતિ જળવાઈ રહે એ હેતુ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: gujarat cm, gujarati news, indian railway, news channel in india, No penalty, oneindianews, railway passengers, train, Union Minister Ashwini Vaishnav, ઈલેક્ટ્રોનિક લગેજ મશીનો, એકસ્ટ્રા લગેજ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ટ્રેન, ટ્રેનના મુસાફરો, ભારતીય રેલવે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ડિજિટલ નશો: સતત રીલ્સ-શોર્ટ્સ સ્ક્રોલિંગ મગજ માટે ઘાતક સાબિત થઈ શકે
Next Article સેન્સેક્સ 420 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24950 ની આસપાસ, બેંક, IT, તેલ અને ગેસ શેરો પર દબાણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?