ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ શહેરનું નામ હવે સત્તાવાર રીતે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી માંગણીને મંજૂરી આપી છે અને આ અંગે સત્તાવાર પત્ર રાજ્યના મુખ્ય સચિવને મોકલ્યો છે. જણાવી દેવું જરૂરી છે કે, ઉત્તર પ્રદેશના પીલીભીતના લોકસભા સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી જિતિન પ્રસાદે જલાલાબાદનું નામ બદલવાની માંગણી કરી હતી, જેને કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 27 જૂન, 2025ના રોજ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી શહેરનું નામ બદલવા માટે સત્તાવાર પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. તેની સમીક્ષા કર્યા બાદ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ‘જલાલાબાદ’નું નામ બદલીને ‘પરશુરામપુરી’ રાખવામાં કોઈ અડચણ નથી. આ સાથે જ મંત્રાલયે રાજ્ય સરકારને સૂચના આપી છે કે નવા નામની જોડણી દેવનાગરી (હિન્દી), રોમન (અંગ્રેજી) તથા પ્રાદેશિક ભાષાઓમાં એકસરખી રીતે લખાય તેની વ્યવસ્થા કરી જરૂરી ગેઝેટ સૂચના જાહેર કરવામાં આવે. આ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે પણ ભલામણ કરી હતી, જેનો પત્ર નંબર SM/28/35/2025, તારીખ 14 ઑગસ્ટ, 2025ને જાહેર કરવામાં આવ્યો છે.
આ નિર્ણયને લઈને જિતિન પ્રસાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ભાવના વ્યક્ત કરતાં લખ્યું કે, “ઉત્તર પ્રદેશના શાહજહાંપુર સ્થિત જલાલાબાદનું નામ બદલીને ‘પરશુરામપુરી’ કરવાની મંજૂરી આપવા બદલ હું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ આભાર માનું છું. આ નિર્ણય સમગ્ર સનાતન સમાજ માટે ગૌરવની ક્ષણ છે. ભગવાન પરશુરામજીને નમન કરું છું કે તેમની કૃપાથી જ હું આ પુણ્ય કાર્યનું માધ્યમ બની શક્યો. આશા છે કે તેમના આશીર્વાદ સમગ્ર વિશ્વ પર રહેશે.”
Union Minister Jitin Prasada tweets, "Heartfelt thanks and gratitude to the Home Minister Amit Shah for granting permission to change the name of Jalalabad in Shahjahanpur, Uttar Pradesh, to 'Parshurampuri'!…" pic.twitter.com/UUwlxlBJwI
— ANI (@ANI) August 20, 2025
આ નામ બદલાવ માત્ર એક શહેરની ઓળખ બદલવાનો વિષય નથી, પરંતુ તેને ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. પરશુરામજીને સમર્પિત નામકરણથી સ્થાનિક સમાજ અને ખાસ કરીને સનાતન સમાજમાં ગર્વ અને આનંદની લાગણી વ્યાપી છે. હવે રાજ્ય સરકાર દ્વારા ગેઝેટ સૂચના જાહેર થયા બાદ સત્તાવાર દસ્તાવેજો, પાટીયા અને નકશાઓમાં ‘પરશુરામપુરી’ નામનો સમાવેશ કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel