રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આ વર્ષે તેની શતાબ્દી વર્ષગાંઠને વિશાળ પ્રમાણમાં ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ ઉજવણીનું પ્રારંભ દશેરાથી થશે અને 2 ઓક્ટોબર 2025 થી 20 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. દેશભરના સાત મુખ્ય કાર્યક્રમો દ્વારા સંઘની 100 વર્ષની યાત્રા, તેના સિદ્ધાંતો અને વર્તમાન પડકારો અને ઉકેલો સમાજ સામે રજુ કરવા પર ભાર મૂકવામાં આવશે. આ કાર્યક્રમો સ્થાનિક શેરી સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધી આયોજિત કરવામાં આવશે, જેમાં ગણવેશધારી સ્વયંસેવકો, તેમના પરિવારના સભ્યો અને સમાજના વિવિધ વર્ગોનો સમાવેશ થશે.
2 ઓક્ટોબર 2025થી 20 ઓક્ટોબર 2026 સુધી દેશમાં આ કાર્યક્રમ
1. વિજયાદશમી; મંડળ અને વિસ્તારના સ્તરે ગણવેશધારી સ્વયંસેવકો અને તેમના પરિવારોની ભાગીદારી.
2. વ્યાપક ઘર-ઘર સંપર્ક અભિયાન : પ્રત્યેક ઘરે જઈ 15 મિનિટ સંઘની માહિતી આપશે.
3. જન ગોષ્ઠી : પ્રબુદ્ધ લોકોના ઉપદેશ નહીં પરંતુ મુખ્ય જન ગોષ્ઠી થશે. ઓટો-રિક્ષા, મજૂર સંગઠનને પણ જોડવામાં આવશે.
4. હિન્દુ પરિષદો : દરેક શહેર અને નગર સ્તરે સામાજિક વર્ગોને જોડવાની યોજના.
5. સદભાવ બેઠક : અલગ-અલગ વિસ્તારોમાં સામાજિક, આધ્યાત્મિક સંસ્થા સાથે બેઠક
6. યુવા સંમેલન : 15-40 વર્ષના યુવાનો માટે દેશભરમાં યુવા સંમેલનનું આયોજન કરાશે.
7. શાખા વિસ્તરણ : એક સપ્તાહ સુધી દેશના અલગ-અલગ વિસ્તારોમાં કાર્યક્રમ ચાલશે.
સંઘના વડા મોહન ભાગવત દેશના વિદેશ પ્રવાસ પર પણ જઈને સંઘની શતાબ્દી ઉજવણીના કાર્યક્રમોને સંબોધિત કરશે. તેઓ અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં યોજાનારા કાર્યક્રમોમાં ભાગ લેશે અને વૈશ્વિક સ્તરે સંઘના સિદ્ધાંતો અને યોગદાન વિશે પ્રસ્તુતિ આપશે. વિદેશ પ્રવાસની ચોક્કસ વિસ્તૃત યોજના નવેમ્બરમાં જબલપુરમાં આયોજિત કાર્યકારી મંડળની બેઠકમાં નક્કી થશે.
દશેરા પ્રસંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતના ભાષણમાં સંઘના પરાક્રમ અને ઓપરેશન સિંદૂર જેવા મહત્વના વિષયોનો ઉલ્લેખ કરવામાં આવશે. ઉપરાંત, તેઓ વર્તમાન સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડશે જેમ કે જાતિ આધારિત વસ્તી ગણતરી, વસ્તી નિયંત્રણ, આંતરરાષ્ટ્રીય આતંકવાદ, પાકિસ્તાન સાથેના સંબંધો અને દેશની સુરક્ષા સાથે સંકળાયેલા મુદ્દા. આ કાર્યક્રમો દ્વારા આરએસએસ પોતાની શતાબ્દી વર્ષગાંઠને માત્ર ઉજવણી તરીકે નહીં, પરંતુ દેશના સમકાલીન પડકારો અને સમાધાનો અંગે જનસામાન્યમાં જાગૃતિ લાવવા માટે એક વ્યાપક માધ્યમ તરીકે ઉપયોગ કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel