ઇટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના જીવનના અનુભવો અને રાજકીય સફરને આલેખતું એક સંસ્મરણ પુસ્તક લખ્યું છે, જેનું નામ છે “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ”. આ પુસ્તકની ભારતીય આવૃત્તિનું પ્રકાશન રૂપા પબ્લિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેનું વિમોચન 7 ઑક્ટોબરના રોજ થવાનું છે. ખાસ વાત એ છે કે આ ભારતીય આવૃત્તિ માટેની પ્રસ્તાવના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખી છે. પ્રસ્તાવનામાં પીએમ મોદીએ મેલોનીના પુસ્તકને તેમની ‘મન કી બાત’ ગણાવીને પોતાની ખુશી વ્યક્ત કરી છે કે તેમને આ પુસ્તકમાં યોગદાન આપવાનો મોકો મળ્યો.
પીએમ મોદીએ લખ્યું છે કે જ્યોર્જિયા મેલોનીની પ્રેરણાદાયી અને ઐતિહાસિક યાત્રાને ભારતમાં પણ એટલો જ ઉષ્માભર્યો આવકાર મળશે. તેમણે પોતાના દાયકાથી વધુના આંતરરાષ્ટ્રીય અનુભવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે મેલોનીનું જીવન દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે સફળતા મેળવવા છતાં પોતાનાં મૂળ, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ગાઢ જોડાણ જાળવવું કેટલું અગત્યનું છે. પીએમ મોદીએ ખાસ કરીને મેલોનીના વિશ્વ સાથે જોડાયેલા રહીને પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવાનો દ્રઢ વલણ પ્રેરણાદાયી ગણાવ્યો છે અને જણાવ્યું છે કે તે તેમના આદર્શ મૂલ્યોનું પ્રતિબિંબ છે.
મેલોનીના આ પુસ્તકમાં તેમના અંગત જીવન સાથે રાજકારણમાં પ્રવેશની વિગતવાર વાતો સમાવાઈ છે. તેમણે બાળપણના અનુભવો, માતા-પિતાના જીવનમાંથી મેળવેલા સંસ્કાર, પિતાની ગેરહાજરીથી પડેલો ઊંડો પ્રભાવ, સંઘર્ષો, પ્રારંભિક રાજકીય પ્રયાસો અને ઇટાલીના વડાપ્રધાન પદ સુધી પહોંચવાની રોમાંચક સફરને ખુલ્લા દિલથી વર્ણવી છે. પુસ્તકમાં તેમના વિચાર, સિદ્ધાંતો અને જીવન મૂલ્યોને લઈને લખાયેલી કથાઓ માત્ર ઇટાલી નહીં પરંતુ આખી દુનિયામાં યુવા પેઢીને પ્રેરણા આપશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel