ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં આગામી માસે મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાનાર માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન સમારોહમાં પાંચ વિશિષ્ટ પ્રતિભા વ્યક્તિઓનાં સન્માન થશે.
લગભગ ચાર દાયકાથી ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં દિવંગત માનભાઈ ભટ્ટની સ્મૃતિ સાથે નાગરિક સન્માન પ્રવૃત્તિ થઈ રહેલ છે.
માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન પ્રવૃત્તિ વર્ષ ૩૫ અંતર્ગત આગામી માસે એટલે બુધવાર તા.૧૭-૧૨-૨૦૨૫ના મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાનાર સમારોહમાં પાંચ વિશિષ્ટ પ્રતિભા વ્યક્તિઓ મનસુખભાઈ સુવાગિયા, જૂઈન દત્તા, અતુલભાઈ ઉનાકર, મમતાબેન પુરોહિત તથા તુલજાશંકર જોષીનાં સન્માન થશે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel