રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની તમામ શાળાઓ અને કૉલેજોમાં “વંદે માતરમ” ફરજિયાત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે “વંદે માતરમ માત્ર એક ગીત નથી, પરંતુ તે ભારતની એકતા, અખંડતા અને રાષ્ટ્રભક્તિનું પ્રતિક છે.”
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સીએમ યોગીએ આ જાહેરાત ગોરખપુરમાં આયોજિત “એકતા યાત્રા” દરમિયાન કરી, જે પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ અને રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના 150 વર્ષ પૂર્ણ થવાનો અવસર મનાવવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભાષણ આપતાં સીએમ યોગીએ કહ્યું કે, “વંદે માતરમ માત્ર એક ગીત નથી, તે દેશની આત્માનો અવાજ છે, જે ભારતની એકતા અને અખંડતાનો સંદેશ આપે છે.”
સીએમ યોગીએ વંદે માતરમનો વિરોધ કરનારાઓ પર કડક શબ્દોમાં પ્રહાર કરતાં કહ્યું કે, “જો દેશની અખંડતાને નુકસાન પહોંચાડવા કોઈ પ્રયાસ કરશે, તો તેને દફન કરી દઈશું. ભારતને ફરી વિભાજનની સ્થિતિ તરફ ધકેલવાની કોઈ પણ કોશિશ સહન નહીં કરીએ.” તેમણે આગળ કહ્યું કે આજે કેટલાક લોકો ભાષા, જાતિ અને પ્રાંતના આધારે સમાજમાં વિભાજન ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રથી મોટું કોઈ મજહબ, મત કે સમુદાય હોઈ શકતો નથી.
યોગી સરકારે આ નિર્ણયને રાષ્ટ્રીય એકતા, સંસ્કૃતિ અને દેશપ્રેમને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ રૂપે રજૂ કર્યો છે. આ નિર્ણયથી હવે ઉત્તર પ્રદેશની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને દરરોજ “વંદે માતરમ” ગાવું ફરજિયાત બનશે, જે રાષ્ટ્રીય ચેતના અને એકતા માટેના નવા સંકલ્પને મજબૂત બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel