“અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ – 2025″માં સનાતન સંસ્થાએ પોતાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ નોંધાવ્યો છે. સંસ્થાએ સ્ટોલ નં. 13 પર રાષ્ટ્ર રક્ષા, ધર્મ જાગૃતિ,અધ્યાત્મ, ધર્મશિક્ષણ આયુર્વેદ તથા બાલ સંસ્કાર જેવા ઉન્નત વિષયો પર આધારિત ગ્રંથોનું ભવ્ય પ્રદર્શન આયોજિત કરેલું છે . આ પ્રદર્શન ભારતીય પરંપરા, સનાતન મૂલ્યો નું દર્શન સ્વરૂપ છે – જ્યાં દર્શકોને જ્ઞાન, સંસ્કાર અને આત્મપ્રેરણાની દિશા પ્રાપ્ત થાય છે.
સ્ટોલનું ઉદ્ઘાટન પારૂલબેન દવે (કાઉન્સિલર, વેજલપુર મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાર્મની ફાઉન્ડેશનની સંસ્થાપક)ના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે – “સનાતન સંસ્થા સમાજમાં રાષ્ટ્ર અને ધર્મજાગૃતિ માટે જે અવિરત કાર્ય કરી રહી છે તે ખૂબ પ્રશંસનીય છે. આજના સમયમાં સ્ત્રીઓ માટે સ્વરક્ષણનું પ્રશિક્ષણ અનિવાર્ય બની ગયું છે. હું હંમેશા સંસ્થાના ધર્મકાર્યમાં સહયોગ આપતી રહીશ.”
પુસ્તકપ્રેમી, સંસ્કારપ્રેમી, ધર્મપ્રેમી, વાચનપ્રેમી તેમજ સુબોધ નાગરિકોને આમંત્રણ કરવામાં આવે છે, કે તેઓ સ્ટોલ નં. 13 પર પધારીને રાષ્ટ્ર ધર્મ જાગૃતિ અને અધ્યાત્મ જેવા વિવિધ વિષયોપર આધારિત ગ્રંથોનું અવશ્ય અવલોકન કરે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel