તા.06-01-26 મંગળવારના રોજ શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ધોરણ 10 થી 12) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ( STD. 9 to 11 ) ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જ એક કારકિર્દી સેમિનાર નું આયોજન મંડળના મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં કરવામાં આવેલ હતું.
જેમાં કારકિર્દી માર્ગદર્શક તરીકે સુમિતભાઈ રાજપુત ( C.A ) અને હર્ષિતભાઈ દેસાઈ ( C.A ) તથા વિમલભાઈ તલાટી ( C.A ) અને હિતેશભાઈ શાહ ( C.A ) ની વિશેષ ઉપસ્થિતિમાં આ સેમિનાર યોજવામાં આવેલ હતો. જેમાં વિદ્યાર્થીઓને C.A. વિશેની માહિતી આપવામાં આવી હતી.તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ મહંતશ્રી રામદાસજી મહારાજ તથા મંત્રી સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ પાઠવ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel