સનાતન તીર્થ સ્થાન દ્વારકામાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ વ્યક્ત થયો છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની સંવેદના પિડા સંદર્ભે અહીંયા રામકથામાં આ સામે નિવેદન થયું છે.
મોરારિબાપુના વ્યાસાસને દ્વારકાધીશના તીર્થસ્થાનમાં રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ લાભ મળી રહ્યો છે. આ દરમિયાન આજની કથા પ્રારંભે મોરારિબાપુએ પવિત્ર ભૂમિ દ્વારકામાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી રંજ વ્યક્ત કરી આ બાબત એ સમાજ અને સરકાર માટે ગંભીર ગણાવી છે.
દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની સંવેદના પિડા સંદર્ભે અહીંયા રામકથામાં આ સામે ગૌમાંસ સંદર્ભે નિવેદન થયું છે.
મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી ટકોર સાથે કહ્યું કે, સનાતન ધર્મ ઘોષણામાં આપણે ‘ ગૌ હત્યા બંધ હો’, ‘ધર્મ કી જય હો’…. વગેરે નાદ કરીએ છીએ, ત્યારે આ ક્ષેત્રમાં ચાલતી ગૌશાળાઓના એટલે ગૌસેવાના જ તીર્થ સ્થાન દ્વારકામાં ગૌમાંસની ઘટનાથી આ ધર્મને ગ્લાનિ કરનાર આ કૃત્ય સામે સૌને જાગૃત રહેવાં ભાર પૂર્વક અનુરોધ કર્યો છે.
રામકથા સંદર્ભે ભગવાનના અવતાર પણ વિપ્ર, ધેનુ… વગેરે માટે લીધી હોવાનો ઉલ્લેખ જણાવી વિનોબા ભાવેના ગૌસેવાના સમરણ સાથે ગૌહત્યા અને ગૌમાંસ વેચાણ માટે રોષ સાથે રંજ જણાવ્યો છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel