રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમના દ્વિતીય દિવસે વૃંદાવન પહોંચ્યા અને અહીંના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. શુક્રવારે સવારે 7:30 કલાકે રાષ્ટ્રપતિ કડક સુરક્ષા વ્યવસ્થામાં રાધા કેલી કુંજ આશ્રમ પહોંચ્યા, જ્યાં સંત મહારાજ સાથે વક્તચીત અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
આધ્યાત્મિક ચર્ચા અને વ્રજ સેવા પર ભાર
સંત પ્રેમાનંદ મહારાજે રાષ્ટ્રપતિને વ્રજની મહિમા, નિઃસ્વાર્થ સેવા અને જનકલ્યાણ માટેની ભાવના સમજાવી. આ મુલાકાત દરમિયાન માત્ર સ્થાનિક નાગરિકો જ નહીં, દેશભરના ભક્તોનું પણ ધ્યાન આકર્ષાયું. આશ્રમમાં રાષ્ટ્રપતિને તેમના શિષ્યો અને મંડળ દ્વારા પરંપરાગત સ્વાગત આપવામાં આવ્યું.
Radhe Radhe🙏🙏 Radhe Radhe
President of India Draupadi Murmu met and listened to a discourse with renowned saint Premanand Ji Maharaj at his ashram 'Radha Keli Kunj' in Vrindavan/Mathura, Uttar Pradesh . This meeting is part of a 3-day visit to Uttar Pradesh, where the… pic.twitter.com/mnt3n2e29o
— Dharm (@dhram00) March 20, 2026
મુલાકાત દરમિયાન મુખ્ય કાર્યક્રમો
-
રાષ્ટ્રપતિ નીમ કરોલી બાબાના સ્મારકની મુલાકાત લેશે.
-
સાંજે, રામકૃષ્ણ મિશન સેવાશ્રમ ખાતે નવા ઓન્કોલોજી બ્લોકનું ઉદ્ઘાટન કરશે.
-
રાષ્ટ્રપતિ સાધ્વી ઋતંભરા દ્વારા સ્થાપિત સંસ્થા ‘વાત્સલ્ય ગ્રામ’ ખાતે પણ રોકાશે.
-
21 માર્ચે, ગોવર્ધનના દંગાહાટી મંદિર ખાતે પ્રાર્થના સાથે મુલાકાત પૂરી થશે.
-
નવી દિલ્હીની વાપસી પહેલા, રાષ્ટ્રપતિ પરંપરાગત સાત માઇલ ગોવર્ધન પરિક્રમા કરશે.
મથુરા જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા
રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આતંકવાદી સંગઠનો તરફથી સંભવિત ખતરાને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશ સિંહ નો-ફ્લાય ઝોન જાહેર કર્યું છે. આ પ્રતિબંધ 19 માર્ચે સવારે 10 વાગ્યાથી 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન ડ્રોન, પતંગ, ફુગ્ગા વગેરે ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel