વતનપ્રેમી દાતા અને ભાજપ અગ્રણી રઘુભાઈ આહિર દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગઢુલા ગામનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણા સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગોહિલવાડનાં નાનકડા ગામ ગઢુલાંમાં લગભગ ૨૦ વર્ષથી જરૂરિયાતમંદ પરિવારો માટે અનાજ કરિયાણાની સામગ્રીનું વિતરણ થઈ રહ્યું છે. વતનપ્રેમી દાતા અને ભાજપ અગ્રણી રઘુભાઈ આહિર દ્વારા ૬૦ જેટલાં પરિવારોને આ સામગ્રી અર્પણ કરવામાં આવી. અહીંયા જિલ્લા સમાહર્તા મનીષ બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સાથે મહાનુભાવોની ઉપસ્થિતિ રહી.
ગામનાં સરપંચ લીલાબેન કાકડિયા, ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, તલાટી મંત્રી મૂકેશકુમાર પરમાર અને અગ્રણીઓનું સંકલન રહેલ.
સામાજિક સહયોગના આ ઉપક્રમમાં જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ રૈયાબેન મિયાણી, અગ્રણી નાનુભાઈ ડાખરા અને કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel