પંજાબમાંથી એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પંજાબી ગાયિકા ઇન્દર કૌર (ઉર્ફે યશઇન્દર કૌર, ઉંમર 29 વર્ષ)ની હત્યા કરવામાં આવી છે. સોમવારે સવારે તેની લાશ નહેરમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, ગાયિકાનું લગભગ 6 દિવસ પહેલા બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી પરિવાર સતત તેની શોધમાં હતો, પરંતુ અંતે તેની લાશ મળતા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
લગ્નના ઇનકારથી હત્યાનો આક્ષેપ
પરિવારના આક્ષેપ મુજબ, મોગાનો એક યુવક ઇન્દર કૌર પર જબરદસ્તી લગ્ન કરવા દબાણ કરતો હતો. ઇન્દરે ઇનકાર કરતાં આરોપીએ તેનું અપહરણ કર્યું અને હત્યાની પૂર્વયોજના બનાવી હતી.
પરિવારનું કહેવું છે કે આરોપી ખાસ આ ગુનો કરવા માટે કેનેડાથી ભારત આવ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યા બાદ ફરીને નેપાળ મારફતે કેનેડા ભાગી ગયો છે.
ઇન્સ્ટાગ્રામથી શરૂ થઈ હતી ઓળખાણ
પરિવારના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બંને વચ્ચે ઓળખાણ થઈ હતી. બાદમાં બંને મિત્ર બન્યા, પરંતુ પછી ઇન્દરને ખબર પડી કે આરોપી પહેલેથી જ પરણિત છે અને તેને બાળકો પણ છે.
આ હકીકત સામે આવતા ઇન્દરે લગ્ન માટે ઇનકાર કર્યો હતો, જે બાદ આરોપીએ અદાવત રાખીને આ ખૂન કર્યું હોવાનો પરિવારનો દાવો છે.
પોલીસ તપાસ અને કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને નહેરમાંથી લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. હાલ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે અને આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.
પરિવાર વિદેશમાં રહે છે
મૃતકના માતા-પિતા અને બે ભાઈઓ કોરિયામાં રહે છે, જ્યારે એક ભાઈ પંજાબના લુધિયાણા વિસ્તારમાં રહે છે. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel