ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિવાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવાના મામલે આણંદ સાયબર ક્રાઈમ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે વડોદરા ‘AAP’ના પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં કેટલાક કાર્યકરોને IBના નામે ધમકી આપવામાં આવી રહી છે અને પક્ષ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
ये बहुत संगीन मामला है। मैंने इस नंबर पे फ़ोन किया। पूछा – “क्या आप IB से बोल रहे हैं?” उसने कहा – “हाँ”। मैंने कहा – “मैं अरविंद केजरीवाल बोल रहा हूँ। आप किस क़ानून में verification कर रहे हो?” उसने फ़ोन काट दिया। उसके बाद से फ़ोन नहीं उठा रहे।
IB ये बताए कि क्या ये उनका नंबर… https://t.co/NoDbxE1Nph
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 28, 2026
આ દરમિયાન
આણંદના AAP કાર્યકર કેશવ ચૌહાણને પણ ધમકીભર્યો ફોન આવતા તેમણે આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરતા જે મોબાઈલ નંબર પરથી કોલ કરવામાં આવ્યા હતા તે આણંદના નીતિન પટેલના નામે નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે નીતિન પટેલની અટકાયત કરીને પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. નીતિને કબૂલાત કરી હતી કે વડોદરા AAP પ્રમુખ અશોક ઓઝાએ તેના નંબરનો ઉપયોગ કરીને નકલી IB અધિકારી બની ફોન કર્યા હતા. આ આધારે પોલીસે અશોક ઓઝાની પણ ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે ફરિયાદી કેશવ ચૌહાણ રાજકીય હરીફ હોવાથી તેને ડરાવીને પક્ષમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે આ કાવતરું ઘડાયું હતું.
જે મુદ્દે AAP અન્ય પક્ષો પર આક્ષેપ કરતી હતી, તે જ મામલામાં હવે પક્ષના જ નેતા કાયદાની ઝપેટમાં આવી ગયા છે. હાલ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel