સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે.
મળતી માહિતી મુજબ હાઈવે પર એક ટેન્કર પલટી મારતાં પાછળ આવતી બસના ચાલકે અથડામણ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર કૂદી સામેની દિશામાં જઈ રહી બીજી એસ.ટી. બસ સાથે જોરદાર ટકરાઈ હતી.
આ ટક્કર એટલી ભયંકર હતી કે એક બસ CNG ચાલતી હોવાથી તેમાં તરત જ આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરોમાં ભય ફેલાયો હતો.
અકસ્મતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અધિકારીઓ દ્વારા મૃતકોની સંખ્યા અને ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે સુરક્ષા અને વાહનચાલકોની સાવચેતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel