તા. 30/06/2025 ના રોજ પિડીત વ્યક્તિ દ્વારા ફરીયાદ આપવામાં આવી હતી કે, એમના મુળ ધમૅ ને બદલી કોઇ પણ લીગલ પ્રોસીજર કયૉ વગર લોભ લાલચ આપી લાખગામ તા.માડવી જિ.સુરતના રહેવાશી પાદરી રામજીભાઈ ચૌધરી દ્વારા ખ્રિસ્તી ધર્મની બાપ્તિસ્મા કરાવવામાં આવી આવી હતી. જેને લઇને દેવ બિરસા સેના મેદાને છે.
આવી વિધિ કરાવનારા આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
અમારા આદિવાસીના પૂર્વજો એટલે કે બાપદાદા ના સમય થી ચાલી આવેલ રૂઢિ પરંપરા પ્રમાણે હમો તથા હમારા સમગ્ર આદિવાસી સમાજ પુંજ મૂકી છાક પાડી પુંજતા આવ્યા છે,
સમગ્ર આદિવાસી સમાજ દેવોને પુંજતા આવ્યા છે જે ભારત દેશ ના સંવિધાન માં અનુચ્છેદ ૧૩/૩ (ક) મુજબ સંરક્ષણ આપવામાં આવેલ છે.
આદિવાસી સમાજ ની માંગ છે કે તારીખ ૩૦/૦૬/૨૦૨૫ ના રોજ માંડવી તા, માંડવી જી.સુરત ના પોલીસ સ્ટેશન માં આપેલ બાપ્તિસ્માની આરોપીઓ વિરુધ્ધ આપેલ ફરિયાદ ની એફ આઈ આર ( FIR ) દાખલ દિન- ૭ માં કરાવવા માંડવી પો સ્ટે ના અધિકારીઓને આદેશ કરવા આપ ને આ આવેદન પત્રના માધ્યમ થી વિનંતી કરીએ છીએ.
અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અને દિન-૭ માં કહેવાતા આરોપીઓ વિરુધ્ધ આપેલ ફરિયાદ ની એફ આઈ આર (F.I.R ) દાખલ નહીં કરવામાં આવશે તો આવનારા દિવસો માં હમો નો સંપુર્ણ આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડા ની રાહ પર ચાલી ઉગ્ આંદોલન કરીશુ અને તે અંગેની સંપુર્ણ જવાબદારી સરકાર ની રહેશે એવી ચીમકી દેવ બિરસા સેના દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
રિપોર્ટર :- વિકાસ શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel