આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી જગદીશભાઈ પારેખની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારત એ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દેશની આર્થિક સ્વાભિમાન યાત્રાનો આરંભ છે. દરેક કાર્યકર્તાએ આ સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાની જરૂર છે.
વર્કશોપ બાદ શ્રી શબ્દશરણ તડવી એ પત્રકારો સાથેની વાર્તાલાપમાં જણાવ્યું કે “આત્મનિર્ભર ભારતનો અર્થ ફક્ત સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ જ નહીં, પરંતુ સ્થાનિક કુશળતા, ઉદ્યોગ અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવું એ પણ તેનો મુખ્ય હિસ્સો છે. આ સંદેશ જન જન સુધી પહોંચે એ માટે સૌએ એકતાથી પ્રયત્ન કરવો જરૂરી છે.”
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીલ રાવ નર્મદા એ આગામી દિવસો ના કાર્યક્રમો ની રૂપ રેખા આપી હતી. જિલ્લાના માજી ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સંગઠનના જિલ્લા મહામંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel