વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં અભ્યાસ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ધોરણ ૯ તથા ૧૧ માટે નવા પ્રવેશ માટે વિદ્યાર્થીઓને આવકાર મળશે.
ગોહિલવાડ સહિત રાષ્ટ્ર માટે ગૌરવરૂપ વિરાસત શાળા એટલે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા રહેલ છે. આ છાત્રવાસી લોકશાળામાં નિયત અભ્યાસક્રમ સાથે ગૌશાળા, ખેતી અને પશુપાલનનું પ્રત્યક્ષ શિક્ષણ મળી રહ્યું છે. આધુનિક વિજાણું પ્રણાલી અભ્યાસ અને સાંસ્કૃતિક કૌશલ્ય તથા વિવિધ કળા માટે વિદ્યાર્થીઓને ભરપૂર પ્રોત્સાહન મળતાં ઊજળું પરિણામ મળી રહ્યું છે.
ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ધોરણ ૯ તથા ધોરણ ૧૧ અભ્યાસ માટે આગામી રવિવાર તા. ૨૨નાં સવારે પ્રવેશ પરીક્ષા પ્રક્રિયા હાથ ધરાશે. આ સંદર્ભે વધુ જાણકારી માટે ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાનો સંપર્ક (૯૪૨૬૯ ૫૪૩૨૮) સાધવા વાલીઓને એક યાદીમાં જણાવાયું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel