કૃષિ અને ગ્રામવિકાસ કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા કૃષિમહાવિદ્યાલય ભવનનું નિર્માણ થયું છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોરારિબાપુના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન થયું છે.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ચાલતાં ગ્રામવિકાસ સંબંધી અભ્યાસક્રમો અને પ્રવૃત્તિમાં અસ્પી ઉદ્યોગગૃહ વિશેષ સહયોગી રહેલ છે. લોકભારતી વિશ્વવિદ્યાલય (લોકભારતી યુનિવર્સિટી ફોર રુરલ ઈનોવેશન) આરંભ થતાં તેમાં પણ લગભગ રૂપિયા બે કરોડના ખર્ચે કૃષિમહાવિદ્યાલય ભવનનું નિર્માણ થયું છે. સંસ્થાનાં પ્રથમ દીક્ષાંત સમારોહ દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ભવનનું ઉદ્ઘાટન મોરારિબાપુના હસ્તે થયું છે.
કૃષિ અને ગ્રામવિકાસ કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા સહયોગ મળતો રહ્યો છે. આ કૃષિમહાવિદ્યાલય (અસ્પી શકીલમ – સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરલ સ્ટડીઝ) ભવનના ઉદ્ઘાટન વેળાએ કિરણભાઈ પટેલ તથા જતીનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી.
લોકભારતીના વડા અરુણભાઈ દવેએ જણાવ્યા મુજબ અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા લોકભારતીની ગ્રામવિકાસ અને કૃષિ સંબંધી અભ્યાસ પ્રવૃત્તિમાં ખૂબ જ સહયોગ મળ્યો છે. ગાંધી મૂલ્યો અને સર્વોદયી વિચાર અભિગમ ધરાવતા સહયોગી વડીલો સ્વર્ગીય લલ્લુભાઈ પટેલ તથા સ્વર્ગીય શરદભાઈ પટેલનું સહયોગ સ્મરણ લોકભારતી માટે રહેલું છે. તેઓના ભંડોળ ( અસ્પી ફાઉન્ડેશન) અંતર્ગત અગાઉ લોકભારતી દ્વારા ગ્રામદત્તક યોજના અમલી થયેલ, જેમાં અહીંના સ્નાતકો જોડાયેલા અને તેમને શિષ્યવૃત્તિ સાથે પૂરક ખર્ચ પણ આપવામાં આવતો. તેમના દ્વારા કૃષિ અભ્યાસો માટે શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને ઉમદા આર્થિક સહયોગ મળી રહ્યાનું પણ જણાવ્યું છે.
ઉદ્ઘાટન ઉપક્રમમાં લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા રાજેન્દ્રભાઈ ખિમાણી સાથે અગ્રણી કાર્યકર્તાઓ રામચંદ્રભાઈ પંચોળી, પ્રશાંતભાઈ ભટ્ટ અને પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ સંકલનમાં જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel