મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાઓ વચ્ચે PM મોદીએ રવિવારે (10 મે) તેલંગાણામાં યોજાયેલી જનસભામાં દેશવાસીઓને મહત્વપૂર્ણ અપીલો કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત હાલ અનેક વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને ઇંધણ અને ખાતરના વધતા ભાવો દેશની અર્થવ્યવસ્થાને અસર કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં દેશવાસીઓએ પોતાના કર્તવ્યોને સર્વોપરી રાખીને સંયમ અને સ્વદેશી અપનાવવાની જરૂર છે.
વૈશ્વિક સંકટ અને ભારત પર અસર
વડા પ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી પડોશી વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ફર્ટિલાઇઝરના ભાવોમાં ભારે વધારો થયો છે. ભારત જેવા દેશો, જ્યાં મોટા પ્રમાણમાં ઇંધણ આયાત કરવામાં આવે છે, ત્યાં આ અસર વધુ ગંભીર બની છે. તેમણે ઉમેર્યું કે સરકાર સતત પ્રયાસો કરી રહી છે કે નાગરિકો પર ઓછામાં ઓછો બોજ પડે, પરંતુ સપ્લાય ચેઇન પરનું દબાણ ચાલુ રહેશે તો મુશ્કેલીઓ વધતી રહેશે.
दुनियाभर में आज जो चुनौतियां आई हैं, हमें उन्हें परास्त करना होगा। विदेशी मुद्रा बचाने के लिए जो भी रास्ते अपना सकते हैं, हमें उन्हें अपनाना होगा। pic.twitter.com/vyNUQNzFLF
— Narendra Modi (@narendramodi) May 10, 2026
પેટ્રોલ-ડીઝલનો સંયમપૂર્વક ઉપયોગ
નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી. શહેરોમાં મેટ્રો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા, કારપૂલિંગ અપનાવવા તેમજ સામાનની હેરફેર માટે રેલવેનો ઉપયોગ વધારવા સૂચન આપ્યું. ઉપરાંત, જેમના પાસે ઇલેક્ટ્રિક વાહનો છે તેઓએ તેનો વધુ ઉપયોગ કરવો જોઈએ.
વર્ક ફ્રોમ હોમ અને ડિજિટલ કામકાજ
પીએમએ કોવિડ દરમિયાન અપનાવવામાં આવેલી વર્ક ફ્રોમ હોમ પદ્ધતિને ફરી પ્રાથમિકતા આપવા સંસ્થાઓને અપીલ કરી. તેમણે ઓનલાઇન મીટિંગ્સ, વર્ચ્યુઅલ કોન્ફરન્સ અને ડિજિટલ કામકાજને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી.
વિદેશી મુદ્રા બચાવવા પર ભાર
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલની આયાત માટે મોટી માત્રામાં વિદેશી મુદ્રા ખર્ચાય છે. આ ખર્ચ ઘટાડવા માટે તેમણે દેશવાસીઓને એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની અને દેશમાં જ પ્રવાસ કરવાની અપીલ કરી.
मेरा हमेशा से यह आग्रह रहा है कि हम स्थानीय चीजें खरीदें। इसके लिए हर नागरिक, हर राजनीतिक दल, हर सरकार, हर समाज और हर संगठन को संकल्पबद्ध होना होगा। pic.twitter.com/yizkIXZEko
— Narendra Modi (@narendramodi) May 10, 2026
“એક વર્ષ સુધી સોનું ન ખરીદો”
પીએમ મોદીએ ખાસ કરીને સોનાની ખરીદી પર રોક લગાવવા અપીલ કરી. તેમણે કહ્યું કે સોનાની આયાતમાં પણ મોટી વિદેશી મુદ્રા ખર્ચાય છે. દેશહિતમાં લોકો એક વર્ષ સુધી સોનું ન ખરીદે તો અર્થતંત્રને મોટો ફાયદો થશે.
ફર્ટિલાઇઝરનો સંયમિત ઉપયોગ અને નેચરલ ફાર્મિંગ
પીએમએ જણાવ્યું કે કેમિકલ ફર્ટિલાઇઝરના મોટા પ્રમાણમાં આયાતને કારણે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. તેમણે ખેડૂતોને નેચરલ ફાર્મિંગ તરફ આગળ વધવા અને ખાતરના સંયમિત ઉપયોગ માટે અપીલ કરી.
“વોકલ ફોર લોકલ” પર ફરી ભાર
નરેન્દ્ર મોદીએ સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે “વોકલ ફોર લોકલ” અભિયાનને ફરી મજબૂત બનાવવાની વાત કરી. તેમણે કહ્યું કે દેશમાં ગુણવત્તાસભર ઉત્પાદનોની કોઈ અછત નથી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી વિદેશી મુદ્રાની બચત થશે.
રાષ્ટ્રીય સંકલ્પની જરૂર
વડા પ્રધાને અંતમાં જણાવ્યું કે આ મુદ્દો કોઈ એક સરકાર, પાર્ટી કે વ્યક્તિનો નથી, પરંતુ સમગ્ર દેશનો છે. દરેક નાગરિક, સંસ્થા અને સંગઠન જો આ સંકલ્પોને ઈમાનદારીથી અનુસરે તો ભારત દરેક વૈશ્વિક સંકટમાં વિજયી બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel