સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં વડોદરાથી મુંબઈ તરફ જતી માલગાડીના ટ્રેક પર અજાણ્યા શખ્સોએ ગેલવેનાઇઝ લોખંડનો મોટો પટ્ટો મૂક્યો હતો. ટ્રેન જ્યારે આ સ્થળેથી પસાર થઈ રહી હતી, ત્યારે તે પટ્ટો સીધો જ ટ્રેનના વ્હીલ સાથે અથડાયો હતો. જોકે, પાયલોટે અત્યંત સતર્કતા દાખવી તાત્કાલિક ઇમર્જન્સી બ્રેક લગાવી દીધી, જેના કારણે મોટી દુર્ઘટના અને જાનમાલનું નુકસાન થતું અટક્યું.
આ બનાવ 29 સપ્ટેમ્બરના રોજ સચિનથી તાપી નદી બ્રિજ સુધીની અપ-લાઇન પર પોલ નંબર 296/15થી 296/17 વચ્ચે ટ્રેન નંબર LGHY/KYAM 60008નાં એન્જિન પાસે બન્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને DFCCILના સિવિલ એન્જિનિયર સોનલ પ્રતાપ રૉય અને ન્યૂ ઉધના સ્ટેશનના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તપાસ દરમ્યાન સ્પષ્ટ થયું કે આ ચેનલ જાણીજોઈને ટ્રેક પર મૂકવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, અજાણ્યા શખ્સો દ્વારા દુર્ઘટના સર્જવાના ઇરાદે આ કાવતરું કરવામાં આવ્યું હતું. જોકે, 2 ઑક્ટોબરે સત્તાવાર રીતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી અને હવે પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ રેલવે સુરક્ષાને લઈને ચિંતાઓ ઊભી કરી છે અને સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ લાવવા ચર્ચા ચાલી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel