ભારતને પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક એવી શોધ મળી છે, જે ભવિષ્યમાં ચીનના રેર અર્થ માર્કેટ પરના પ્રભુત્વને સીધી ટક્કર આપી શકે છે. બાડમેરના સિવાના વિસ્તારની ધરતીમાંથી નિયોબિયમ (Niobium) સહિત અનેક રેર અર્થ તત્ત્વોના ઊંચા જથ્થા મળ્યા છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI) દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે સિવાના વિસ્તારના ખડકોમાં વિશ્વના સામાન્ય સ્તરથી 100 ગણું વધુ ઘનત્વ ધરાવતું નિયોબિયમ મળી રહ્યું છે. આ શોધ ભારત માટે વૈજ્ઞાનિક, ઔદ્યોગિક અને વ્યૂહાત્મક – ત્રણેય સ્તરે ઐતિહાસિક ગણવામાં આવી રહી છે.
સિવાનામાં રેર અર્થ તત્ત્વોના સમૃદ્ધ ભંડાર
GSIના અહેવાલ મુજબ સિવાના રિંગ કોમ્પ્લેક્સમાં માત્ર નિયોબિયમ જ નહીં, પરંતુ ગેલિનિયમ, રુબીડિયમ, ઈટ્રિયમ, થોરિયમ, યુરેનિયમ, સીરિયમ સહિત લેન્થેનોઇડ ગ્રુપના લગભગ 15 દુર્લભ તત્ત્વો મળી રહ્યા છે. આવી ધાતુઓનું ઉપયોગ હાલની અને ભવિષ્યની હાઈ-ટેક ટેક્નોલોજીમાં થાય છે — જેમ કે:
- ઈલેક્ટ્રિક વાહન બેટરી
- મિસાઈલ અને રૉકેટ ટેક્નોલોજી
- પરમાણુ ઊર્જા સંશોધન
- સુપર કંડક્ટર અને મેગ્નેટ
- ઓઈલ રિફાઇનરી અને ઈલેક્ટ્રૉનિક ઉપકરણો
આ શોધ વૈશ્વિક સ્તરે ભારતના વૈજ્ઞાનિક મૂલ્યમાં ક્રાંતિ લાવી શકે છે.
ચીનનું પ્રભુત્વ હવે જોખમમાં
હાલ વિશ્વના 80% થી વધુ રેર અર્થનું ઉત્પાદન ચીન પૂરૂં પાડે છે. ટેક્નોલોજી અને ડિફેન્સ ક્ષેત્રે ચીનનું પ્રભુત્વ આ જ ખનિજ સમૃદ્ધિને કારણે છે. પરંતુ હવે સિવાના વિસ્તારમાં મળેલી આ વિશાળ શોધને કારણે ભારત ચીનની મોનોપોલી તોડવાની દિશામાં મોટું પગલું ભરી રહ્યું છે.
રેર અર્થ તત્ત્વોની ઉપલબ્ધતા ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને ડિફેન્સ ક્ષેત્રે વધુ મજબૂત બનાવી શકે છે.
900 અબજ રૂપિયાથી વધુનો ખજાનો
સિવાના વિસ્તારના કમઠાઈ, દાંતા, લંગેરા, રાખી, થાપન, ભાટીખેડા, ફૂલણ અને ડંડાલી જેવા વિસ્તારોમાં આ રેર અર્થ ખનીજોના જથ્થા હોવાનું સામે આવ્યું છે. અંદાજ મુજબ અહીં 900 અબજ રૂપિયાથી વધુ મૂલ્યવાન ખનિજ છુપાયેલા છે અને લગભગ 6,000 મેટ્રિક ટન ઉત્પાદન શક્ય છે.
ખાસ કરીને ભાટીખેડા બ્લોકમાં આવેલી ખાણોને હવે સરકાર દ્વારા ઓક્શન માટે તૈયાર કરવામાં આવી રહી છે.
ભારત માટે વ્યૂહાત્મક ગેમ-ચેન્જર
આ શોધ માત્ર ખનિજની નથી, પરંતુ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક શક્તિ અને ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ચીન ઉપરથી રેર અર્થની નિર્ભરતા ઘટશે અને દેશમાં હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગને નવી ગતિ મળશે.
આ શોધ સાથે બાડમેરનો સિવાના વિસ્તાર “ભારતનું ભવિષ્યનું સોનું” ગણવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel