ઓડિશાના રાઉરકેલામાં એક મોટી વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જ્યાં ઈન્ડિયન વન એરનું 9 સીટર વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન રાઉરકેલાથી ભુવનેશ્વર જઈ રહ્યું હતું અને તેમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાં 4 મુસાફરો અને 2 પાયલટ સામેલ હતા. ઉડાન ભર્યા પછી થોડા જ મિનિટોમાં, રાઉરકેલાથી અંદાજે 10 કિમી દૂર વિમાન અચાનક તૂટી પડ્યું. હાલ સુધી વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
.@ANI Aircraft crashed in Raghunathpali area of #Rourkela near Jalda A Block; six people were injured in the incident.
The 9-seater aircraft was flying from #Rourkela to #Bhubaneswar and reportedly met with the accident around 10 kilometres after take-off.#Odisha #kunalgaurav pic.twitter.com/ByWVFKJHly
— Kunal Gaurav🐬 (@kunalgaurav23) January 10, 2026
દુર્ઘટનામાં પાયલટને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય મુસાફરોને સામાન્ય ઇજાઓ થવાની માહિતી મળી રહી છે. ગંભીર રીતે ઘાયલ પાયલટને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જણાવવામાં આવે છે. વિમાનમાં કેપ્ટન નવીન કડંગા અને કેપ્ટન તરુણ શ્રીવાસ્તવ સહિત તમામ 6 લોકો હાજર હતા અને દુર્ઘટનામાં બધા જ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતા જ રેસ્ક્યૂ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તમામ ઘાયલોની સ્થિતિ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રશાસન અને એરલાઇન દ્વારા દુર્ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે અને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel