ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું આજે શુક્રવાર (2 જાન્યુઆરી)ના રોજ હૃદયરોગના તીવ્ર હુમલાથી દુઃખદ અવસાન થયું છે. તેઓ પશુધન મંત્રી ધર્મપાલ સિંહ સાથે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ બપોરે અંદાજે 2:15 વાગ્યાના આસપાસ અચાનક તેમની તબિયત બગડી હતી. તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગી, જેના કારણે તેઓ સર્કિટ હાઉસમાં આરામ માટે સૂઈ ગયા હતા.
જોકે, સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં અધિકારીઓ અને સાથીઓએ તાત્કાલિક તેમને પીલીભીત બાયપાસ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર મૂક્યા હતા. તેમ છતાં તેમની તબિયત સતત ગંભીર બનતી ગઈ અને બપોરે આશરે 3 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. ડોક્ટરો દ્વારા તમામ શક્ય પ્રયત્નો કરાયા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.
फरीदपुर से बीजेपी विधायक प्रोपफेसर श्याम बिहारी लाल का 59 वर्ष की उम्र में हार्ट अटैक से निधन।#mla #bjp #bareilly pic.twitter.com/Vd8eFHaRHx
— shshank rathod (@shshank_rathod) January 2, 2026
ડૉ. શ્યામ બિહારી લાલ ફરીદપુરથી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેઓ વિસ્તારમાં લોકપ્રિય તથા સરળ સ્વભાવના નેતા તરીકે ઓળખાતા હતા. વિશેષ વાત એ છે કે તેમણે એક દિવસ પહેલા જ, એટલે કે 1 જાન્યુઆરીએ, પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમના અચાનક નિધનના સમાચાર મળતા જ હોસ્પિટલ અને તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકો, કાર્યકરો અને સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા, જ્યાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેમના પરિવારમાં પત્ની મંજુ લતા, એક પુત્ર અને બે પુત્રીઓ છે. ડૉ. શ્યામ બિહારી લાલના અવસાનથી રાજકીય જગતમાં અને ફરીદપુર વિસ્તારમાં અપાર ક્ષતિ સર્જાઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel