આંબલા ગામે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અંતર્ગત કંસારો પ્રકૃતિ મંડળ દ્વારા સંરક્ષણ કાર્ય થયું છે. અહીંયા અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા બચાવ કરાયો છે.
ખેડૂતો કે વિદ્યાર્થીઓ અને કોઈપણ ગ્રામજન પ્રકૃતિનાં સંરક્ષણ માટે જાગૃત રહે તે જરૂરી છે. આ માટે શાળાઓમાં પ્રકૃતિ મંડળની રચના દ્વારા સારા પરિણામો મળે છે, જે સિહોર તાલુકાનાં આંબલા ગામે અજગર ચડી આવતાં બચાવ કાર્ય થયું છે.
આંબલામાં અજગર આવી જતાં હળવી ભાગદોડ થઈ પરંતુ સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અંતર્ગત કંસારો પ્રકૃતિ મંડળ દ્વારા આ વિશાળ અજગરનું સંરક્ષણ કાર્ય વિદ્યાર્થીઓના પ્રાકૃતિક શૈક્ષણિક જાગૃતિ સાથે થયું છે.
કંસારો પ્રકૃતિ મંડળના પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા આ અજગરનો બચાવ કરાયો છે અને સલામત પ્રાકૃતિક સ્થાનમાં છોડી દેવામાં આવેલ છે. આ સાથે જ અહીંયા વન્યજીવન સંરક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પ સાર્થક સંકલ્પ લેવાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel