એનડીએ (રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન)એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ આજે તેમણે નવી દિલ્હીમાં પોતાની ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રથમ પ્રસ્તાવક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ભાજપ અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા સહિત એનડીએના અનેક નેતાઓ અને સાંસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આથી સ્પષ્ટ સંકેત મળે છે કે એનડીએ આ ચૂંટણીમાં એકતાબદ્ધ છે અને સહયોગી પક્ષો પણ રાધાકૃષ્ણનના પક્ષમાં મજબૂત સમર્થન જાહેર કરી ચૂક્યા છે.
#WATCH उपराष्ट्रपति पद के लिए NDA उम्मीदवार सी.पी. राधाकृष्णन ने प्रधानमंत्री नरेंद्र मोदी की उपस्थिति में अपना नामांकन दाखिल किया।#VicePresidentElection #NDA #CPRadhakrishnan #NarendraModi #Nomination
[ Vice President, NDA, C.P. Radhakrishnan, Narendra Modi, Nomination ] pic.twitter.com/pwkdEQvGrV
— One India News (@oneindianewscom) August 20, 2025
સી.પી. રાધાકૃષ્ણન, જેમનું પૂરું નામ ચંદ્રપુરમ પોનુસામી રાધાકૃષ્ણન છે, તેમનો જન્મ 20 ઓક્ટોબર, 1957ના રોજ તમિલનાડુના તિરૂપ્પુર જિલ્લામાં થયો હતો. તેઓ લાંબા સમયથી જાહેરજીવન સાથે જોડાયેલા છે અને રાજકીય તથા સામાજિક ક્ષેત્રે ચાર દાયકા કરતાં વધુનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે. તેઓ 31 જુલાઈ, 2024ના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા હતા. આથી પૂર્વે તેઓ ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે, સાથે જ તેમને તેલંગાણાના રાજ્યપાલ તેમજ પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો હતો.
#WATCH | NDA candidate for Vice President post, C.P. Radhakrishnan files his nomination in the presence of PM Narendra Modi. pic.twitter.com/CsVolb3mYh
— ANI (@ANI) August 20, 2025
તમિલનાડુના રાજકીય ક્ષેત્રે તેમનું નામ એક અનુભવી નેતા તરીકે લેવામાં આવે છે. તેઓએ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે અને સમાજમાં તેમના યોગદાનને કારણે તેઓને એક જનસેવી નેતા તરીકે ઓળખવામાં આવે છે. એનડીએ દ્વારા તેમને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે પસંદ કરવાથી માત્ર દક્ષિણ ભારતમાંથી પ્રતિનિધિત્વ મજબૂત થશે નહીં પરંતુ રાજકીય સંતુલન જાળવવામાં પણ મદદ મળશે. હવે સમગ્ર દેશનું ધ્યાન આ બાબતે કેન્દ્રિત થયું છે કે વિરોધ પક્ષ તેમના સામે કોને મેદાનમાં ઉતારે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel