31 ડિસેમ્બર, બુધવારે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દેશના માળખાગત વિકાસને ગતિ આપતા બે મહત્વના નિર્ણય લેવાયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે 6-લેન નાસિક–સોલાપુર (અક્કલકોટ) ગ્રીનફિલ્ડ હાઈવે કોરિડોરને કેબિનેટની મંજૂરી આપવામાં આવી છે. આ 374 કિલોમીટર લાંબા પ્રોજેક્ટ પર અંદાજિત ₹19,142 કરોડનો ખર્ચ થશે અને તેને આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
#WATCH | Delhi: Cabinet approves Construction of 6-lane greenfield access-controlled Nashik- Solapur-Akkalkot Corridor in Maharashtra on BOT (Toll) Mode with a project length of 374 km worth Rs.19,142 Crore.
Union Minister Ashwini Vaishnaw says, "…The Prime Minister has… pic.twitter.com/if4W8hskjF
— ANI (@ANI) December 31, 2025
આ હાઈવે સુરત–ચેન્નાઈ હાઈ-સ્પીડ કોરિડોરનો મહત્વનો ભાગ હશે, જે પશ્ચિમ ભારતને દક્ષિણ ભારત સાથે જોડશે અને નાસિક, અહિલ્યાનગર, ધારાશિવ તથા સોલાપુર જેવા મુખ્ય જિલ્લાઓને સીધી કનેક્ટિવિટી આપશે. પ્રોજેક્ટ અંતર્ગત કુલ 27 મોટા અને 164 નાના પુલ બનાવવામાં આવશે. આ હાઈવે બની ગયા બાદ નાસિક અને સોલાપુર વચ્ચેનું અંતર 432 કિમીમાંથી ઘટીને 374 કિમી થશે, એટલે કે લગભગ 14 ટકાનો ઘટાડો થશે, જ્યારે સુરતથી ચેન્નાઈ સુધીનો મુસાફરી સમય આશરે 45 ટકા ઓછો થશે.
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, "The second project is of Odisha- NH 326. It will connect the interior areas of Odisha…The widening and strengthening of this highway was approved today… This project is 206 kms long, with an investment of Rs 1,526 crore,… pic.twitter.com/i14oD1MuHD
— ANI (@ANI) December 31, 2025
સરકારના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ BOT (ટોલ) મોડ પર તૈયાર થશે અને તેને દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે, આગ્રા–મુંબઈ કોરિડોર, સમૃદ્ધિ મહામાર્ગ તેમજ ભવિષ્યમાં કુર્નૂલ સાથે પણ જોડવાનો પ્રસ્તાવ છે. આ પ્રોજેક્ટથી મુસાફરી કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે, જેમાં મુસાફરીનો સમય લગભગ 17 કલાક અને અંતર આશરે 201 કિમી સુધી ઘટશે. સાથે જ, આ પ્રોજેક્ટથી સીધી રીતે લગભગ 251 લાખ માનવ-દિવસ અને પરોક્ષ રીતે 313 લાખ માનવ-દિવસની રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, જે પ્રદેશના આર્થિક વિકાસને મોટો વેગ આપશે.
આ ઉપરાંત, કેબિનેટે ઓડિશાના કોરાપુટથી મોહના હાઈવેને પહોળો અને મજબૂત બનાવવા માટે પણ મંજૂરી આપી છે. હાલના માર્ગને બે લેનમાં અપગ્રેડ કરવામાં આવશે, જેનો ખર્ચ અંદાજે ₹1,526 કરોડ રહેશે અને આ પ્રોજેક્ટ પણ બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ બંને નિર્ણયોથી દેશના માર્ગ માળખામાં સુધારો થશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે અને પ્રાદેશિક વિકાસને નવી દિશા મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel