ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસના અવસરે ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આવેલા ભારતના બંધારણના ઘડવૈયા, ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે ગાંધીનગરની મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સહિત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના અનેક અધિકારીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2015થી દર વર્ષે 26 નવેમ્બરને દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે.
આ દિવસ દેશના લોકતાંત્રિક મૂલ્યો, બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને નાગરિકોના હકો–કર્તવ્યોને યાદ અપાવવા માટે મહત્વનો છે. સંવિધાન દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે અને બંધારણના આમુખનું પઠન કરીને ડૉ. આંબેડકરની દ્રષ્ટિ અને લોકશાહી મૂલ્યોને વંદન કરવામાં આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel