click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત
AhmedabadGujarat

અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે હિંસક અથડામણમાં એક યુવકનું મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત. પોલીસ સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરી રહી છે.

Last updated: 2026/03/18 at 11:14 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતને કારણે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ગંભીર હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Contents
પોલીસનો કાફલો ઘટના સ્થળે, તપાસ શરૂDCPનું નિવેદનહુમલો પૂર્વનિયોજિત હોવાનો આરોપપરિવારનો આક્રોશ અને ન્યાયની માંગ

પોલીસનો કાફલો ઘટના સ્થળે, તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા હાલ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.

DCPનું નિવેદન

DCP ઝોન 7 શિવમ વર્માએ જણાવ્યું કે, રાત્રે લગભગ 9:30થી 10:00 દરમિયાન સરખેજ ગામના ઠાકોરવાસ વિસ્તારમાં આ ઘટના બની હતી. ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું છે. ઈજાગ્રસ્તોમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસની વિવિધ ટીમો હાલમાં ફિલ્ડમાં કાર્યરત છે અને આરોપીઓને ઝડપવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

હુમલો પૂર્વનિયોજિત હોવાનો આરોપ

મૃતકના પરિવારજનોએ આ હુમલો પૂર્વનિયોજિત હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મૃતકના ભાભી મુજબ, આરોપીઓ શરૂઆતમાં એક્ટિવા પર આવીને વાતચીત કરવા આવ્યા હોવાનો ઢોંગ કર્યો હતો. પરંતુ પછી અચાનક ગાળાગાળી શરૂ કરીને હુમલો કરી દીધો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, હુમલાખોરોએ અન્ય લોકોને પણ બોલાવીને સંગઠિત રીતે હુમલો કર્યો અને બાદમાં ફરાર થઈ ગયા.

પરિવારનો આક્રોશ અને ન્યાયની માંગ

મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેઓએ આરોપીઓને કડક સજા, ખાસ કરીને ફાંસીની સજા કરવાની માંગ કરી છે. સાથે જ, આરોપીઓને ગામમાંથી બહાર કાઢવા અથવા તેમના મકાનો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે. પરિવારજનોએ ચેતવણી આપી છે કે જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે, તો તેઓ પોતે પગલાં લેવા મજબૂર બનશે.

ઘટના બાદ સરખેજ વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ છે. પોલીસ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Ahmedabad Murder Case, ahmedabad news, Ahmedabad Police, Ahmedabad Police Investigation, Breaking news, CM Gujarat, Crime News Gujarat, gujarat, Gujarat Crime News, india news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, Old Enmity Violence, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, sarkhej, Sarkhej Clash, Sarkhej Murder Case, Thakor Samaj Clash, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, અમદાવાદ, અમદાવાદ સમાચાર, અમદાવાદ હત્યા કેસ, જૂની અદાવત હિંસા, ઠાકોર સમાજ, ઠાકોર સમાજ ઝઘડો, સરખેજ અથડામણ, સરખેજ વિસ્તાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત વિધાનસભા સંકુલમાં બોમ્બની ધમકીથી હાઈ એલર્ટ, અમદાવાદની શાળાઓને પણ નિશાન
Next Article મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભીષણ આગ કાંડ : EV ચાર્જિંગ પોઈન્ટ વિસ્ફોટથી 7નાં મોત, ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી વિનાશ વધ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?