અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવમાં ચાલી રહેલી ભાગવત કથાનાં બીજા દિવસે ભાગવત આચાર્ય પૂ.રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ગાય સર્વદેવ છે બધા દેવો એનામાં રહેલા છે ગાય ફક્ત હિંદુઓની નહીં પરંતુ સમગ્ર વિશ્વની માતા છે જેમ એક મા એના બાળકને રમાડે છે વહાલ કરે એ બાળકનું કલ્યાણ ઈચ્છે છે તેમ ગાય સમગ્ર વિશ્વની માતા છે અને તે સમગ્ર વિશ્વને પાળે પોષે તેવી ક્ષમતા ધરાવે છે ધરાવતી હતી અને ધરાવતી રહેશે. પરંતુ આપણા દૂર્લક્ષના કારણે પૂજનીય ગણાતી ગાયની સ્થિતિ દયા જનક બની છે. આજકાલ ગૌચર ઓછાં થયા છે. ગાયોના ધણ ઓછાં થઈ ગયા છે.
વાછરડાને ન મળે તેટલું દૂધ માલિક લઈ જાય છે. ગામડામાં એક આંચળ એટલે કે એક ચોથાઈ ભાગ વાછરડા માટે છોડી દેવાના સંસ્કાર આજે પણ છે. પરંતુ દૂધ લીધા પછી તેને પ્લાસ્ટિક ખાવા માટે રસ્તા પર છોડી દેવામાં આવે છે. હિંદુઓ શરમ નથી આવતી? આ કૃતઘનતા બહુ મોટું પાપ છે. ગોપાલકૃષ્ણ રાધાકૃષ્ણ ગાયની પૂજા કરે છે ભગવાને તેને ચરાવવા માટે અવતાર લીધો હતો. પરંતુ કૃતઘનતા માનવીને રાક્ષસ બનાવે છે.
હિંદુ ધર્મ માત્ર ઉપાસના નથી પરંતુ જીવન શૈલી છે. જેના વાણી વિચાર અને વર્તન એક જ છે તે મહાત્મા છે બોલે કઈ વિચારે કઈ, અને કરે કંઈ તે દંભી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel