પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૧૩-૦૧-૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના અ.હેઙકો.ગીરીશભાઇ અંબલાલ તથા અ.હેઙકો. જયદિપસિંહ ઉદેસિંહ તથા પો.કો.ચૈતન્યકુમાર મહેન્દ્રભાઇ તથા પો.કો.રણજીતસિંહ બળદેવસિંહ એ રીતેના એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન હલધરવાસ વડનગર પાસે આવતા સ્ટાફના પો.કો.રણજીતસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે હલધરવાસ હજીયાતવગા વિસ્તારમાં જોગણીમાતાના મંદિરવાળા ખાંચામાં ખુલ્લામાં બેસી કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ જાહેરમાં પત્તા-પાના પૈસાથી હાર-જીત નો જુગાર રમી રમાડે છે.
જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ જઇ રેઇડ કરતા (૧) કાનજીભાઈ નાનજીભાઇ ખાંટ રહે. હલદરવાસ,વાડીયા વિસ્તાર (૨) ફિરોજમીયા મહંમદમીયા મલેક રહે. હલધરવાસ, હજીયાતવગા (૩) ઐયુબભાઇ અહેમદભાઇ મલેક રહે.હલધરવાસ હજીયાતવગો (૪) બાબુભાઇ નાનજીભાઇ ખાંટ રહે.લધરવાસ, વાડીયા વિસ્તાર (૫) શનાભાઇ નાનજીભાઇ ખાંટ રહે. હલધરવાસ, હજીયાતવગો તા.મહેમદાવાદ જી.ખેડા નાઓની અંગ જડતી માંથી મળેલ રોકડા રૂ.૧૦,૨૦૦/- તથા દાવ પરના રોકડા રૂ.૧૫૦૦/- મળી કુલ્લે રૂ.૧૧,૭૦૦/-નો મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવતા કુલ-૫ ઇસમો વિરુદ્ધમાં મહેમદાવાદ પો.સ્ટે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)