click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દેવમોગરા યાહા મોગી માતાજીનું મંદિર : ચાર રાજ્યોની શ્રદ્ધાનો સંગમ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દેવમોગરા યાહા મોગી માતાજીનું મંદિર : ચાર રાજ્યોની શ્રદ્ધાનો સંગમ
GujaratNarmada

દેવમોગરા યાહા મોગી માતાજીનું મંદિર : ચાર રાજ્યોની શ્રદ્ધાનો સંગમ

યાહા મોગી માતાના ચરણોમાં મહાશિવરાત્રિનો ઐતિહાસિક મેળો સફળતાપૂર્વક સંપન્ન

Last updated: 2026/02/20 at 4:03 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

દેવમોગરા ધામમાં આસ્થા, અનુશાસન અને લોકસંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ : અહીં ભક્તિ અને પરંપરા એકરૂપ બની આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવે છે.

સાતપૂડાની ગિરિકંદરામાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલું નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું દેવમોગરા ધામ આદિવાસી આસ્થાનું અદ્વિતીય કેન્દ્ર છે. અહીં બિરાજમાન યાહા મોગી પાંડોરી માતાજી આદિવાસી સમાજની કુળદેવી તેમજ અન્નની દેવી તરીકે પૂજાય છે. વિશ્વમાં કણી કંસારી અન્નદેવીના સ્વરૂપમાં માનવામાં આવતું આ પ્રાચીન સ્થાનક અનોખી આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. પ્રતિ વર્ષ મહાશિવરાત્રિના અવસરે યોજાતો ભાતીગળ મેળો આ વખતે તા.15મીથી શરૂ થઈ 19મી ફેબ્રુઆરીના રોજ સુખરૂપ સંપન્ન થયો હતો.

લોકવાયકા મુજબ સાગબારાના રાજા હીરાજી સંગાજી સરકારને રાત્રે સ્વપ્નમાં માતાજીએ દર્શન આપી જણાવ્યું હતું કે “હું મોગરાના ઝાડ નીચે મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છું.” બીજા દિવસે જોયું તો ત્યાં મૂર્તિ સ્વરૂપે માતાજી પ્રગટ મળ્યા હતા. વર્ષ ૧૦૮૫માં રાજવી પરિવાર દ્વારા રાજવી પરંપરા મુજબ સાગબારાથી ડંકા-નિશાન અને સૈન્ય સાથે ભવ્ય શોભાયાત્રા યોજી મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. મૂર્તિ (દેવ) અને મોગરો (ઝાડ)થી આ સ્થાનકનું નામ દેવમોગરા પડ્યું હતું. આજ દિન સુધી રાજવી પરિવારની 14મી પેઢી આ પરંપરા અવિરત રીતે નિભાવતી આવી છે.

આ મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રીથી પાંચ દિવસ સુધી ભાતીગળ લોકમેળો ભરાય છે. પ્રથમ દિવસે મેળાનો પ્રારંભ, બીજા દિવસે વાઘણદેવની પૂજા, રાજવી પરિવાર દ્વારા માતાજીને જલકુંડમાં સ્નાન કરાવવાની પરંપરા, ગઢ સુધી ભવ્ય શોભાયાત્રા યોજી રાજા પાંઠા અને વિના દેવના મંદિરમાં નૃત્ય-સંગીત સાથે વિધિવત પૂજા કરવામાં આવે છે.

આદિવાસી બહેનો પરંપરાગત વેશભૂષામાં માથે “હિજારી” ટોપલી ધારણ કરીને માતાજીના દર્શને આવે છે. આ હિજારીમાં પોતાના ખેતરમાં પકવાયેલું વિવિધ ધાન્ય લઈ માતાજીને અર્પણ કરવામાં આવે છે. હિજારી એ આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને સમૃદ્ધિનું જીવંત પ્રતિક છે.

વિશેષ નોંધનીય બાબત એ છે કે, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવતા હોવા છતાં મહિલાઓ અને પુરુષો શિસ્તબદ્ધ હરોળમાં, ધીરજ અને વિશ્વાસ સાથે, કોઈપણ ધક્કામુક્કી વગર દર્શન કરી આનંદ ઉલ્લાસ સાથે પરત ફરતા હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર-2025માં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે “જન જાતીય ગૌરવ દિવસ”ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવમોગરા ખાતે પધાર્યા હતા. તેમણે આદિવાસી પરંપરા મુજબ હિજારી સાથે પૂજા-અર્ચના કરી અને દેશના કલ્યાણ માટે માતાજીના આશીર્વાદ માગ્યા. આ પ્રસંગ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક બની રહ્યો, જેના સાક્ષી દેશવાસીઓ બન્યા. તેથી જ આ વખતે શિવરાત્રીનો મેળો પણ વધુ મહત્વનો બની ગયો હતો.

દેવમોગરાના મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના ચાર રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ વાહન અને પગપાળા દર્શનાર્થે આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રોડ-રસ્તા, મંદિર પરિસર અને જનસુવિધાઓ સુલભ બનાવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને મંદિર સુધી પહોંચવામાં વધુ સરળતા બની રહી હતી.

દેવમોગરા યાહા મોગી માતાજીનું ધામ માત્ર મંદિર જ નથી પરંતુ તે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, શ્રદ્ધા અને સામૂહિક એકતાનું જીવંત પ્રતિક છે. વર્ષ ૧૦૮૫થી આજદિન સુધી અવિરત ચાલતી આ પરંપરા ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને ઉજાગર કરે છે.

દેવમોગરા ધામ આસ્થા, અનુશાસન અને લોકસંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ છે. જ્યાં ભક્તિ અને પરંપરા એકરૂપ બની આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવે છે.

 

શૈશવ રાવ (નર્મદા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Bhagwan Birsa Munda, Breaking news, Devmogra Dham, Devmogra Temple, Devmogra Temple of Mogi Mataji, gujarat, gujarati news, here Mogi Pandori Mataji, Hijari Tradition, latest news, Mahashivaratri Bhatigal Fair, Mogi Mataji, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, public sexual pride day, Public Sexual Pride Day Devmogra, Saagbara Narmada Fair, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Tribal Folk Culture Gujarat, આદિવાસી મહિલાઓ, આદિવાસી લોકસંસ્કૃતિ ગુજરાત, આદિવાસી વિકાસ, આદિવાસી સંસ્કૃતિ, જન જાતીય ગૌરવ દિવસ, જન જાતીય ગૌરવ દિવસ દેવમોગરા, દેવમોગરા ધામ, પરંપરા, ભગવાન બિરસા મુંડા, મહાશિવરાત્રી ભાતીગળ મેળો, યાહા મોગી પાંડોરી માતાજી, શ્રદ્ધા, સાગબારા નર્મદા મેળો, સાતપૂડા, સામૂહિક એકતા, હિજારી પરંપરા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની – દિગ્વિજયસિંહ ગોહિલ
Next Article ભારત મંડપમમાં AI સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ટી-શર્ટ ઉતારી સૂત્રોચ્ચાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?