એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ જૂથના ચેરમેન અનિલ અંબાણી સાથે સંકળાયેલી RAAGA સંસ્થાઓ સામે મની લોન્ડરિંગની ગંભીર તપાસ શરૂ કરી છે. EDએ દિલ્હીઈ અને મુંબઈમાં કુલ 35 સ્થળોએ દરોડા પાડી 50થી વધુ શંકાસ્પદ કંપનીઓના દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કર્યા છે, જ્યારે 25થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ કાર્યવાહી બે એફઆઈઆરના આધારે કરવામાં આવી છે જે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધવામાં આવી હતી.
આ સમગ્ર કેસ યસ બેંક લોન ફ્રોડ કેસ સાથે જોડાયેલો છે, જેમાં RAAGA ગ્રૂપે વર્ષ 2017થી 2019 વચ્ચે લગભગ ₹3,000 કરોડની લોન મેળવી હતી. આ લોન યસ બેંકના કર્મચારીઓ અને પ્રમોટરો સાથે મળેલ સહયોગથી શંકાસ્પદ રીતે મંજૂર કરવામાં આવી હતી. EDના મતે, આ લોનનો ઉપયોગ શેલ કંપનીઓમાં નાણાં ટ્રાન્સફર કરવા, લોનની શરતોનું ઉલ્લંઘન કરવા અને જુની લોનને નવી લોનથી ચૂકવવા જેવી ‘એવરગ્રીનિંગ’ પદ્ધતિઓ દ્વારા મલિચો ધંધો ચલાવવાના પ્રયાસ તરીકે થયો હતો.
उद्योगपति अनिल अंबानी के ठिकानों पर प्रवर्तन निदेशालय (ED) ने बड़ी कार्रवाई की है।
मनी लॉन्ड्रिंग और 3000 करोड़ रुपए के घोटाले की जांच के तहत ED ने करीब 50 ठिकानों पर सर्च ऑपरेशन चलाया।
यह कार्रवाई CBI द्वारा दो FIR दर्ज किए जाने के बाद की गई है।
ED इस मामले में घोटाले से… pic.twitter.com/j5xkrzAGIg
— One India News (@oneindianewscom) July 24, 2025
જોકે લોન મંજુર કરતી વખતે ન તો યોગ્ય ક્રેડિટ વેલ્યુએશન કરવામાં આવ્યું હતું, ન તો શરતોનું પાલન થયું હતું. કેટલીક કંપનીઓ પાસે ન તો મજબૂત ફંડામેન્ટલ્સ હતાં કે ન તો વ્યવસાયિક પૂરાવા. અનેક કંપનીઓના ડિરેક્ટરો અને સરનામાં સમાન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
આ સાથે, સેબી, નેશનલ હાઉસિંગ બેંક (NHB), નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) અને બેંક ઓફ બરોડાએ પણ આ મામલામાં સંલગ્ન ગેરરીતિઓ વિશેની વિગતો EDને સોંપી છે. સેબીના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL)ના કોર્પોરેટ લોન પોર્ટફોલિયોમાં માત્ર એક વર્ષમાં ₹3,742 કરોડથી વધીને ₹8,670 કરોડનું ઉછાળું નોંધાયું હતું, જે નાણાકીય ગેરવ્યવસ્થાનું ગંભીર દ્રષ્ટાંત આપે છે.
EDના દરોડા અને તપાસ બાદ, બજારમાં તાત્કાલિક અસર પણ જોવા મળી છે. રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં 5% સુધીની તીવ્ર મંદી નોંધાઈ છે. કેટલાક રોકાણકારોએ દાવો કર્યો છે કે શેરબજારમાં તાજેતરમાં આવેલી તેજી ક્યુઆઈપી, એનસીડી અને પ્રેફરન્શિયલ ઈશ્યૂ દ્વારા ગ્રૂપની ફંડ રેઈઝિંગ યોજનાઓના કારણે હતી, જે હવે અવરોધ પામી શકે છે.
આ આખી કાર્યવાહીનો ફોકસ ન માત્ર અનિલ અંબાણીના ગ્રૂપ પર છે પરંતુ યસ બેંકના ભૂતપૂર્વ અધિકારીઓ અને પ્રમોટરો સામે પણ છે, જેમણે ભ્રષ્ટાચાર અને લાંચના આધારે આવું વિતરણ કર્યું હતું. આ કેસ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી અંગે ફરીથી ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને EDની આગામી પગલાં પર સમગ્ર ઉદ્યોગ જગતની નજર રહેશે.