સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ થયેલ છે.સંશોધન અને તાલીમ કાર્યક્રમો સંદર્ભે બન્ને સંસ્થાઓના વડાઓ દ્વારા સમજૂતી કરાર થયાં છે.
ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ અંતર્ગત લોકભારતી વિશ્વવિદ્યાલય (લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન) શિક્ષણ સાથે સંશોધન દ્વારા ગામડાનાં પ્રશ્નો ઉકેલવા કાર્યરત છે. કેન્દ્ર દ્વારા ભાવનગરમાં વિશ્વ પ્રસિધ્ધ કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ સંશોધનો અને કાર્યો થઈ રહેલ છે. આ બન્ને સંસ્થાઓ દ્વારા સંશોધન અને શૈક્ષણિક હેતુઓ સાથે સણોસરામાં સમજૂતી કરાર થયાં છે, જેનાં ક્રાંતિકારી પરિણામ રાષ્ટ્રને મળશે.
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા સંશોધકો અને પ્રાધ્યાપકોની ઉપસ્થિતિ સાથે આ શૈક્ષણિક જોડાણ થયેલ છે. આ નવા આયામ સંદર્ભે લોકભારતીના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ લોકભારતીનાં શિક્ષણ, સંશોધન અને સંવર્ધન સાથેના અભિગમનો ઉલ્લેખ કરી આ સમજૂતીથી શિક્ષણ દ્વારા સામાજિક ઉમદા પરિણામો મળશે તેમ આશાવાદ વ્યક્ત કર્યો છે.
લોકભારતી સણોસરામાં ગુરુવાર તા. ૨૫નાં યોજાયેલ આ સમજૂતી કરાર બેઠકમાં બંને સંસ્થાઓ દ્વારા હસ્તાક્ષર થયાં છે, જેમાં કેન્દ્રીય નમક સંશોધન સંસ્થાનાં નિષ્ણાંત વૈજ્ઞાનિક પ્રતિનિધિઓ ચૌધરી, ઘોષ, ત્રિવેદી વગેરે જોડાયાં હતાં. આ વેળાએ લોકભારતી વિશ્વવિદ્યાલય વડા રાજેન્દ્રભાઈ ખિમાણી, સંસ્થાના નિયામક હસમુખભાઈ દેવમુરારી, ભૌતિકભાઈ લીંબાણી, વિશાલભાઈ ભાદાણી અને સંસ્થા પરિવારનાં કાર્યકર્તાઓ જોડાયાં હતાં.
આ સંસ્થાઓનાં આ ઉપક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ઊર્જા અને પર્યાવરણ, વીજાણુ પ્રક્રિયા, પાણી, કૃષિ, ખોરાક, પશુપાલન સહિત વિવિધ વિષયોમાં વૈશ્વિક કક્ષાનું અભ્યાસકાર્ય મળશે. આ માટે આ વૈજ્ઞાનિકો પોતાનું માર્ગદર્શન સણોસરા આવીને આપનાર છે. આમ, વૈશ્વિક સંશોધનનો અભ્યાસ ગામડામાં બેઠા બેઠા અંહીંના વિદ્યાર્થીઓને મળશે, જે શિક્ષણ ક્ષેત્રની મોટી તક ઉપલબ્ધ થઈ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel