આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં આવેલા વેટલાપલેમ ગામમાં શનિવારે એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભયાનક ધડાકો થયો, જેમાં અનુકણનિય 18 લોકોના મૃત્યુની જાણ થઇ છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 20 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.
સ્થાનિક સ્રોતો અનુસાર, ધડાકો બપોરે 2 વાગ્યે થયો અને એટલો જોરદાર હતો કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સાંભળવામાં આવ્યો. વિસ્ફોટ બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવા શરૂ કર્યું.
મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનિતાએ જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અને કાળજી આપવાના પ્રયાસો ચાલુ છે.
મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, સંબંધિત મંત્રીઓ અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર નજર રાખવા આદેશ આપવામાં આવ્યો છે. તેઓએ રાહત અને બચાવ કામગીરીને ઝડપથી આગળ વધારવાની સુચના આપી છે અને ઘાયલોને તમામ પ્રકારની તાત્કાલિક સર્વોચ્ચ સારવાર મળે તે માટે આયોજન કરવા જણાવ્યું.
આ ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ઘટના સ્થળે સતત કાર્યરત છે. આવું દુર્ઘટનાનું પરિણામ સ્થાનિક સમુદાયમાં હાહાકાર અને સુરક્ષા મામલાઓ પર સવાલ ઉઠાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel