બગસરામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ મેઘાણી’ સાથે ઝવેરચંદ મેઘાણી સંદર્ભે સુંદર ઉપક્રમ યોજાયો છે, આ રામકથા સાથે મેઘાણીગાથા પ્રદર્શનનો રસિકોને લાભ મળ્યો છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પૈતૃકભૂમિ બગસરામાં સનાતન સંસ્કૃતિ અને શાસ્ત્રોના મહિમાસભર સંદેશા સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાયેલ છે. આ રામકથા ‘માનસ મેઘાણી’ સાથે ઝવેરચંદ મેઘાણી સંદર્ભે સુંદર પ્રદર્શન ઉપક્રમ યોજાયો છે. આ રામકથા શ્રવણ સાથે મેઘાણીગાથા પ્રદર્શનનો રસિકોને લાભ મળ્યો છે
સાહિત્યકાર અને લોકસાહિત્યના સંશોધનકાર સાથે પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીની પૂણ્યસ્મૃતિ સાથેની રામકથામાં પિનાકી મેઘાણી દ્વારા આ પ્રદર્શન આયોજન થયું છે.
આ પ્રદર્શનમાં મેઘાણીબાપાની જીવનકાર્ય ગાથા સાથેના દસ્તાવેજી ચિત્ર અહેવાલ અને ઐતિહાસિક વિગતો મૂકવામાં આવેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel