સણોસરામાં રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો છે. રવિવારે સંતો મહંતો સાથે મોરારિબાપુની મુખ્ય ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે.
ગોહિલવાડનાં સણોસરા ગામમાં સુંદર રામજી મંદિર નવનિર્માણ થયું છે. આ મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ શુક્રવાર તા.૧૩થી રવિવાર તા.૧૫ દરમિયાન ભક્તિભાવ સાથે યોજાયો છે.
સણોસરામાં આ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે રવિવારે બપોરે સંતો મહંતો સાથે મોરારિબાપુની મુખ્ય ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે. આ ધર્મ પ્રસંગે નિરુદેવાચાર્યજી મહારાજ, કણિરામબાપુ, સ્વરૂપાનંદજી સ્વામી, રવુબાપુ, સંતદાસબાપુ, કાળુબાપુ, જિણારામબાપુ, જેરામદાસબાપુ, જયદેવશરણજી મહારાજ, બાબુરામ ભગત, મહાવીરબાપુ, ઘુઘજી મહારાજ, ઉપેન્દ્રદાસબાપુ, ભૂપતભાઈ સોની, શૈલેષગીરીબાપુ, સુરેશગીરીબાપુ, ગજુપરીબાપુ, ઘનશ્યામદાદા, હરજીવનદાસ દુધરેજિયા વગેરેના આશીર્વાદ ભાવ સાથે સમસ્ત સણોસરા ગામ પરિવાર આયોજનમાં રહેલ છે.
પ્રતિષ્ઠા વિધીમાં આચાર્યપદે અલ્પેશભાઈ પાઠક રહેલાં છે. સણોસરાના અગ્રણીઓના સંકલન સાથે કાર્યકર્તાઓ સ્વયંસેવકો વગેરે ગ્રામજનોમાં ખૂબ ભાવ અને ઉત્સાહ રહેલો છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel