સેંજળ ધામમાં સાયલા સ્થિત લાલજી મહારાજ જગ્યાને મોરારિબાપુ પ્રેરિત ધ્યાનસ્વામીબાપા સન્માન દ્વારા વંદના થઈ. મોરારિબાપુએ અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય ગણાવી.
દેહાણ્ય જગ્યામાં સુપ્રસિદ્ધ લાલજી મહારાજ જગ્યા સાયલાને સન્માન અર્પણ કરતી વેળાએ મોરારિબાપુએ યોગવશિષ્ઠ રામાયણજી ઉલ્લેખ સાથે પરમાર્થ હેતુ અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય ગણાવી. ચમત્કારો નહી પણ સાક્ષાત્કારો થઈ રહ્યાનું ભાર પૂર્વક જણાવી પાત્રતા પ્રમાણે અનુભૂતિ થતી હોવાનું ઉમેર્યું.
સાંપ્રત વૈશ્વિક સંઘર્ષોના ઉલ્લેખ સાથે મોરારિબાપુએ સનાતન મૂલ્યો સાથે વિશ્વનું મંગળ થાય તેમ સદભાવના વ્યક્ત કરી અને સાધુ સંતો દ્વારા દેહાણ્ય જગ્યાઓની સનાતન પરંપરા પ્રત્યે તેઓનો વંદના ભાવ જણાવ્યો તેમજ સનાતન શાસ્ત્રોમાં મનઘડંત ચેષ્ટાઓ સામે હળવો રંજ પણ વ્યક્ત કર્યો.
સેંજળમાં યોજાયેલ આ સમારોહમાં લાલજી મહારાજ જગ્યા સાયલાના વર્તમાન ગાદીપતિ મહંત દુર્ગાદાસજી મહારાજને મોરારિબાપુ પ્રેરિત ધ્યાનસ્વામીબાપા સન્માન વંદના કરવામાં આવી, જેમાં સંતો પણ જોડાયાં.
સમારોહ સંચાલન કરતાં હરિશ્ચંદ્ર જોષીએ સેંજળ ધામ પરંપરા અને આ સન્માન સંદર્ભે વિગતો આપી.
આ પ્રસંગે જાનકીદાસબાપુ તથા ગણેશદાસજીબાપુ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં આ સનાતન સન્માન ઉપક્રમ પ્રસંગે રાજીપો વ્યક્ત કર્યો.
જગ્યાના વડા તુલસીદાસજી હરિયાણીએ પ્રારભે ટૂંક વિગતો આપી હતી.
ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં અહીંયા મંદિર પાટોત્સવ અને વૈષ્ણવ સાધુ સમાજનો સમૂહલગ્ન સમારોહ યોજાઈ ગયો.
આ સન્માન વંદના પ્રસંગે રઘુરામબાપા, ઝીણારામજી મહારાજ, ભક્તિરામબાપુ સહિત સંતો ગાદીપતિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel