રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક પૂર્વીય કોરિડોર અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદી સાથેની તેમની વાતચીતમાં પુતિને આદરિયાઈ માર્ગનેભારત-રશિયા જોડાણનો નવો આધારસ્તંભ ગણાવ્યો હતો. તેને ટૂંક સમયમાં શરૂ કરવા સંમતિ આપી હતી. વૈશ્વિક તણાવ વચ્ચે આ નવો માર્ગ સલામત, ઝડપી અને વિશ્વસનીય વિકલ્પ પૂરો પાડી શકે છે. ગાઝા યુદ્ધ સુએઝ કેનાલ પર વધતા જોખમો અને યુક્રેન યુદ્ધને કારણે યુરોપ થઈને રશિયા જતા પરંપરાગત દરિયાઈ માર્ગને સતત વિક્ષેપિત કરી રહ્યો છે. તેથી નવો પૂર્વીય કોરિડોર બંને દેશો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. હાલમાં ભારતથી રશિયાના સેન્ટ પીટર્સબર્ગ સુધી માલસામાન પરિવહન કરવા માટે જહાજોને આશરે 16,060 કિમી મુસાફરી કરવી પડે છે જેમાં આશરે 40 દિવસ લાગે છે. તેની તુલનામાં ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્ન કોરિડોર માત્ર 10,370 કિમી લાંબો હશે. જેનાથી જહાજો સરેરાશ 24 દિવસમાં ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે. આ નવો માર્ગ આશરે 5, 700 કિમી ટૂંકો છે અને ભારતને 16 દિવસની મુસાફરી બચાવશે.
નિષ્ણાતો માને છે કે આ કોરિડોર તબક્કાવાર કાર્યરત થવાની અપેક્ષા છે. એકવાર કાર્યરત થયા પછી તે ઓઈલ, ગેસ, કોલસો, મશીનરી અને ધાતુઓ જેવા મુખ્ય વેપાર ક્ષેત્રોને વેગ આપશે.
ભારતથી રશિયા સુધીના ત્રણ માર્ગ ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્ન કોરિડોર ગેમચેન્જર
ભારત-રશિયા પરંપરાગત માર્ગ
મુંબઈથી સુએઝ નહેર, ભૂમધ્ય સમુદ્ર અને યુરોપીય જળમાર્ગ થઈ પીટર્સબર્ગ સુધીનો આ પરંપરાગત માર્ગ 16,060 કિમી લાંબો છે અને માલના પરિવહનમાં 35-40 દિવસ લાગે છે. ગાઝા કટોકટી. યુક્રેનમાં યુદ્ધને કારણે આ માર્ગ સૌથી જોખમી, લાંબો અને ખર્ચાળ મનાય છે.
આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ વેપાર કોરિડોર
મુંબઈથી ઈરાન, અઝરબૈજાન થઈને રશિયાના વોલ્દોગ્રાદ સુધી જતો 7,200 કિમીનો લાંબો મલ્ટી-મોડલ કોરિડોર, માલ પરિવહન સમય 25-30 દિવસ ઘટાડે છે. તે પરંપરાગત રૂટ કરતાં સસ્તો છે પરંતુ ઈરાનના કારણે તણાવ છે.
ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્નકોરિડોર
ચેન્નાઈથી મલાક્કા, દક્ષિણ ચીન સમુદ્ર અને જાપાનના સમુદ્ર દ્વારા ચેન્નાઈથી વ્લાદિવોસ્તોક સુધીનો કાર્ગો 16 દિવસ બચાવે છે. આ રૂટ સલામત છે અને ભારત-રશિયા વેપાર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
અમેરિકાના ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ આર્થિક કોરિડોર સાથે જોડાયેલ છે ભારત
ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા અને ઇઝરાયલને જોડતા ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (આઈએમઈઈસી) પર અમેરિકામાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી ફરી શરૂ થયું છે. આ કોરિડોર ભારતને ગલ્ફ દેશો અને યુરોપ સાથે જોડતો ઝડપી, સસ્તો અને સુરક્ષિત પરિવહન માર્ગ પૂરો પાડી શકે છે. તેનો પૂર્વીય ભાગ ભારતને સાઉદી અરેબિયા અને યુએઈ સાથે જોડશે, અને ઉત્તરીય ભાગ ગલ્ફને ઈઝરાયલના હાઇફા બંદર અને ગ્રીસ સાથે જોડશે. ભારતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મુંબઈ તેનું મુખ્ય દરિયાઈ લંગર હશે. તેની અંદાજિત કિંમત રૂ.1.7 થી 2.1 લાખ કરોડ હોઈ શકે છે. જો કે, ઈઝરાયલ-હમાસ યુદ્ધ, સાઉદી-ઇઝરાયલ તણાવ અને પ્રાદેશિક અસ્થિરતા પ્રોજેક્ટ માટે મુખ્ય પડકારો છે.
નવા પૂર્વીય કોરિડોરથી ભારતને ક્રૂડ ઓઈલ, ગેસ મળશે, રશિયાને મશીનરી મોકલશે
* નવો ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક પૂર્વીય કોરિડોર કાર્યરત થઈ જશે. ત્યારે ભારત માટે રશિયાથી ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, કોલસો, ખાતરો, ધાતુઓ અને અન્ય ઔદ્યોગિક માલની આયાત કરવી સરળ બનશે, જેનાથી ભારતની ઉર્જા અને કાચા માલની જરૂરિયાતો પૂર્ણ થશે.
* ભારત રશિયાને મશીનરી, એન્જિનિયરિંગ માલ, ઓટો પાર્ટ્સ, કાપડ, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનો મોકલી શકે છે. તાજેતરના અહેવાલોમાં દરિયાઈ માલ અને મશીનરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ માર્ગ પરંપરાગત યુરોપીયન માર્ગોની તુલનામાં સમય અને ખર્ચ ધટાડશે. આ સપ્લાય ચેઇનને ઝડપી, ખર્ચ-અસરકારક અને વેપારને વધુ ટકાઉ બનાવશે. જે બંને દેશોના ઔદ્યોગિક અને આર્થિક હિતોને સેવા આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel