ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કેશ ઑન ડિલિવરી (COD) સેવા માટે વધારાના ચાર્જ વસૂલવાના મામલે સરકારએ સખત પગલાં ભરવાના સંકેત આપ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે જે પણ કંપની COD પર ગ્રાહકો પાસેથી છુપાવીને વધુ ફી વસૂલશે, તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. વિવાદ ત્યારે વધુ જાગૃત થયો હતો જ્યારે એક યુઝરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેણે ફ્લિપકાર્ટથી એક જ ઓર્ડર માટે 226 રૂપિયા વધારાની ફી ચૂકવી, જેમાં “ઓફર હેન્ડલિંગ ફી”, “પેમેન્ટ હેન્ડલિંગ ફી” અને “પ્રોટેક્ટ પ્રોમિસ ફી” શામેલ છે. યુઝરનો દાવો છે કે આ રીતે કંપનીઓ ગ્રાહકોને લગાવેલા ચાર્જનો યોગ્ય રીતે સ્પષ્ટીકરણ કર્યા વિના વસૂલતી રહી છે.
આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સ (DCA) દ્વારા ફરિયાદો નોંધાઈ ચુકી છે. સરકારનો ધ્યેય છે કે કોઈપણ પ્લેટફોર્મ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતું હોય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય. વિશેષ કરીને, આ પ્રવૃત્તિઓ “ડાર્ક પેટર્ન્સ” તરીકે ઓળખાય છે, જેમાં કંપનીઓ ગ્રાહકોને જાણ કર્યા વગર વધુ પૈસા કે ડેટા ઉપાડી લેવાની ટેકનોલોજી અપનાવે છે. ઉદાહરણ તરીકે, પ્રોડક્ટ સ્ટોકમાં માત્ર 1-2 ફક્ત બાકી હોવાનું બતાવવું જ્યારે હકીકતમાં ઘણા ઉપલબ્ધ હોય, નકલી ડેડલાઇન બતાવી કે ઓફર માત્ર 20 મિનિટ માટે માન્ય છે, અથવા લંબા લિસ્ટમાં છુપાવીને છુપાયેલ ચાર્જ વસૂલીને ગ્રાહકોને ઉધેડવું.
The Department of Consumer Affairs has received complaints against e-commerce platforms charging extra for Cash-on-Delivery, a practice classified as a dark pattern that misleads and exploits consumers.
A detailed investigation has been initiated and steps are being taken to… https://t.co/gEf5WClXJX
— Pralhad Joshi (@JoshiPralhad) October 3, 2025
કેન્દ્ર સરકાર અગાઉ પણ આવી ભ્રામક પદ્ધતિઓને રોકવા માટે ઈ-કોમર્સ કંપનીઓને ચેતવણી આપી ચૂકી છે અને મીટિંગ્સ દ્વારા તેમને માર્ગદર્શન આપ્યું હતું કે તેઓ ગ્રાહકો સાથે પારદર્શક વ્યવહાર કરવું જોઈએ. હાલ મંત્રાલય ગ્રાહક અધિકારોની સુરક્ષા માટે કડક નિયમો લાવવા માટે કામ કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ કંપનીઓને જવાબદાર બનાવવા અને ગ્રાહકોને અનિચ્છનીય વધારાના ચાર્જથી બચાવવાનો છે. આ પગલાં COD અને અન્ય ઓનલાઇન પેમેન્ટ પર લગાવવામાં આવતી છુપાયેલી ફી અને ભ્રામક વ્યૂહરચનાને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ ઠરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel