નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક દિશામાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે યુવાઓએ શરૂ કરેલો વિરોધ હવે માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતા પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે ભ્રષ્ટાચાર, રોજગારની તંગી અને સરકાર પ્રત્યેના અસંતોષનો એક મોટો બળવો બની ગયો છે. કાઠમંડુ સહિત અનેક શહેરોમાં યુવાનો ટોળા બનાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પથ્થરમારો, આગચંપી અને પોલીસ સાથે અથડામણોની ઘટનાઓને કારણે પરિસ્થિતિ સતત તંગ બની રહી છે. અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ છે, જેઓ વિવિધ હોસ્પિટલોમા સારવાર લઈ રહ્યા છે. સુરક્ષા દળો પ્રદર્શનને કાબૂમાં લેવા માટે આંસુ ગેસના શેલ અને લાઠીચાર્જનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે કાઠમંડુ અને અન્ય શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
આ હિંસક પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે પણ પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને મંગળવારે નેપાળમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે એક સત્તાવાર એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં ભારતીય નાગરિકોને સાવચેત રહેવા, અતિ આવશ્યક હોય ત્યારે જ બહાર નીકળવા અને નેપાળ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવાની અપીલ કરી છે. સાથે જ ભારતે આ વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા યુવાનો પ્રત્યે ગાઢ દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને ઘાયલોના ઝડપી આરોગ્યલાભ માટે શુભેચ્છાઓ પાઠવે છે.
MEA says, "We are closely monitoring the developments in Nepal since yesterday and are deeply saddened by the loss of many young lives. Our thoughts and prayers are with families of deceased. We also wish speedy recovery for those who were injured. As a close friend and… pic.twitter.com/uZE20vvLpt
— ANI (@ANI) September 9, 2025
ભારતએ એક નજીકના મિત્ર અને પડોશી દેશ તરીકે સ્પષ્ટ કર્યું છે કે નેપાળમાં ચાલી રહેલા તણાવ અને રાજકીય અસંતોષનો ઉકેલ માત્ર વાતચીત અને શાંતિપૂર્ણ માર્ગ દ્વારા જ સંભવ છે. મંત્રાલયે અપેક્ષા વ્યક્ત કરી છે કે તમામ સંબંધિત પક્ષો સંયમ રાખશે, પરસ્પર વિશ્વાસથી આગળ વધશે અને લોકશાહી મૂલ્યોનું સંરક્ષણ કરશે.
બીજી તરફ, વિરોધકારીઓ હવે સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધથી આગળ વધીને સમગ્ર શાસક તંત્રના ભ્રષ્ટાચાર, નીતિઓ અને વહીવટી નિષ્ફળતાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી દીધો હોવા છતાં વિરોધ શમ્યો નથી. અનેક યુવાનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ આંદોલન હવે અટકવાનું નથી અને તે પારદર્શક શાસન તથા યુવાનોના ભવિષ્ય માટે એક મોટો સંઘર્ષ છે. પરિસ્થિતિને જોતા સ્પષ્ટ છે કે આંદોલન ઝડપથી રાજકીય આકાર લઈ રહ્યું છે અને તેનો પ્રભાવ સમગ્ર દક્ષિણ એશિયા ક્ષેત્રમાં પણ અનુભવી શકાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel