રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિતે સાહિત્ય સાધના ટ્રસ્ટ, કર્ણાવતીદ્વારા ગુજરાતનાં વરિષ્ઠ પ્રચારકો જેમની પ્રેરણા અને કાર્યોથી 1938માં વડોદરામાં શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય આજે વટવૃક્ષની જેમ ગુજરાતનાં સમાજજીવનના દરેક ભાગમાં વ્યાપ્ત થઈને અગણિત કાર્યકર્તાઓને રાષ્ટ્ર માટે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. એવા દધીચિ ઋષિની જેમ જીવન અર્પણ કરનાર ગુજરાતનાં 12 દિવંગત વરિષ્ઠ પ્રચારકોની જીવનગાથા પ્રેરણાપૂંજ(ભાગ 1 અને 2)પુસ્તકસંપુટનો લોકાર્પણ કાર્યક્રમ આજરોજ મા. સુરેશજી સોની (અખિલ ભારતીય કાર્યકારણી સદસ્ય, રા.સ્વ.સંઘ) ના હસ્તે ડો. જયંતિભાઈ ભાડેસિયાની (મા. સંઘચાલક,રા.સ્વ.સંઘ, પશ્ચિમ ક્ષેત્ર)ઉપસ્થિતિમાં દિનેશ હૉલ ખાતે સંપન્ન થયો.
આ અવસરે ડો. ભરતભાઈ પટેલ (મા. સંઘચાલક,ગુજરાત પ્રાંત, રા.સ્વ.સંઘ), મહેશભાઈ પરીખ (મા. સંઘચાલક, કર્ણાવતી મહાનગર,રા.સ્વ.સંઘ), રસિકભાઈ ખમાર(ટ્રસ્ટીશ્રી, સાહિત્ય સાધના ટ્રસ્ટ) સહિત અનેક મહાનુભવો આ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહયા હતા. આ પુસ્તકસંપુટને પૂ. મહંત સ્વામી મહારાજ (બીએપીએસ) દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવેલ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel