કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે તરત જ પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી અને તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાહુલ ગાંધી જે રીતે મતદારોના નામ ઓનલાઈન ડિલીટ કરવાની વાત કરી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટી અને ભ્રમજનક છે. કોઈપણ સામાન્ય વ્યક્તિ કે અધિકારી સીધો મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી શકતો નથી. મતદાર યાદીમાંથી કોઈપણ નામ દૂર કરવા માટે કડક કાનૂની પ્રક્રિયા અનુસરવી પડે છે અને તે પ્રક્રિયામાં અસરગ્રસ્ત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે છે. એટલે મતદારોના અધિકારોને વિના કારણ હણી શકાય તેવું શક્ય નથી.
ચૂંટણી પંચે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે 2023માં કર્ણાટકના આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના નામોમાં ગેરરીતિથી ડિલીટ કરવાનો એક નિષ્ફળ પ્રયાસ થયો હતો. આ પ્રયાસની જાણ થતાં જ ચૂંટણી પંચે તરત જ પગલાં લીધાં હતા અને પોતે જ આ મામલે FIR નોંધાવવાની કાર્યવાહી કરી હતી, જેથી દોષિતોને કાયદેસર સજા મળી શકે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પંચ મતદાર યાદીની પવિત્રતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિને સહન કરતું નથી.
❌Allegations made by Shri Rahul Gandhi are incorrect and baseless.#ECIFactCheck
✅Read in detail in the image attached 👇 https://t.co/mhuUtciMTF pic.twitter.com/n30Jn6AeCr
— Election Commission of India (@ECISVEEP) September 18, 2025
રાહુલ ગાંધી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ લગાવવામાં આવેલા આક્ષેપો અંગે પંચે સ્પષ્ટ કર્યું કે આ માત્ર રાજકીય દાવપેચ છે અને તેમાં કોઈ વાસ્તવિકતા નથી. ચૂંટણી પંચે જણાવ્યું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને કાનૂની માળખામાં ચાલે છે. મતદારોના અધિકારોની સુરક્ષા કરવી ચૂંટણી પંચની પ્રથમ જવાબદારી છે અને તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે છે.
આ રીતે, ચૂંટણી પંચે એક તરફ રાહુલ ગાંધીના આક્ષેપોને નકાર્યા અને બીજી તરફ દેશના નાગરિકોને વિશ્વાસ અપાવ્યો કે મતદાર યાદી સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સહન કરવામાં નહીં આવે. ચૂંટણી પંચે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ મતદારનું નામ નિયમો અને પ્રક્રિયાઓ વિના દૂર કરવું અશક્ય છે અને આ અંગે ખોટી માહિતી ફેલાવવી માત્ર જનમાનસમાં ગેરસમજ પેદા કરવા જેવું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel