ઉત્તરાખંડમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક બદલાવ આવ્યો છે. રાજ્યના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંઘે ‘ઉત્તરાખંડ અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને મંજૂરી આપતા રાજ્યમાં મદરેસા બોર્ડ હવે અસ્તિત્વમાં નહીં રહે. આ અધિનિયમ હેઠળ રાજ્યના તમામ મદરેસાઓને ઉત્તરાખંડ શિક્ષણ બોર્ડ સાથે જોડવામાં આવશે, જેથી તેઓ મુખ્ય પ્રવાહની શિક્ષણ વ્યવસ્થાનો ભાગ બની શકે.
આ નિર્ણય સાથે ઉત્તરાખંડ મદરેસા બોર્ડ રદ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ આ પગલાને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે ઐતિહાસિક ગણાવી છે. તેમણે કહ્યું કે આ અધિનિયમ રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને ગુણવત્તા લાવશે. ધામીએ સ્પષ્ટ કર્યું કે હવે રાજ્યના દરેક બાળકને — ભલે તે કોઈ પણ ધર્મ કે સમુદાયનો હોય — સમાન શિક્ષણ અને સમાન તક મળશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણમાં સમાનતા અને આધુનિકતા લાવવાનો છે. હવે મદરેસાઓમાં પણ આધુનિક વિષયો જેમ કે વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. મદરેસાના વિદ્યાર્થીઓને ઉત્તરાખંડ બોર્ડના અભ્યાસક્રમ મુજબ શિક્ષણ મળશે, જેથી તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધુ તૈયાર થઈ શકે.
अल्पसंख्यक शिक्षा विधेयक–2025 को स्वीकृति प्रदान करने के लिए माननीय राज्यपाल @LtGenGurmit जी (सेवानिवृत्त) का हार्दिक आभार!
माननीय राज्यपाल महोदय की स्वीकृति के साथ ही इस विधेयक के कानून बनने का मार्ग प्रशस्त हो गया है। इस कानून के अंतर्गत अल्पसंख्यक समुदायों की शिक्षा व्यवस्था…
— Pushkar Singh Dhami (@pushkardhami) October 6, 2025
મુખ્યમંત્રી ધામીએ રાજ્યપાલ ગુરમિત સિંઘનો આ બિલને મંજૂરી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે આ અધિનિયમથી રાજ્યની શિક્ષણ પ્રણાલી વધુ પારદર્શક અને ગુણવત્તાલક્ષી બનશે. તેમણે જણાવ્યું કે આ કાયદા હેઠળ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવા માટે એક નવી સંસ્થા રચાશે, જે આ સંસ્થાઓને માન્યતા આપશે અને તેમની ગુણવત્તા જાળવશે.
આ પરિવર્તનથી મદરેસાઓની પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં સુધારાઓ આવશે, પરંતુ રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક શિક્ષણ ચાલુ રહેશે — માત્ર તેની સાથે આધુનિક શિક્ષણ પણ જોડાશે. આ રીતે મદરેસા વિદ્યાર્થીઓને એક સમાન શિક્ષણ પ્રણાલીનો લાભ મળશે, જેનાથી તેઓ ઉચ્ચ શિક્ષણ અને રોજગારની તકોમાં સરળતાથી આગળ વધી શકશે.
આ નિર્ણય ઉત્તરાખંડ સરકારની “એક ભારત, શિક્ષિત ભારત”ની દૃષ્ટિ સાથે સુસંગત છે, જે રાજ્યના દરેક બાળકને સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પ્રતિબદ્ધ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel