લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન સંવાદ કર્યો. સંસ્થાનાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને આમ બેઠક લાભ મળ્યો.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ મુલાકાત લીધી હતી.
મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન સંવાદ કર્યો અને રામચરિત માનસમાં ત્રણ સખા સુગ્રીવ જે સુખની ઈચ્છા રાખનાર વિષયી, વિભીષણ જે સાધક અને નિષાદરાજ ગુહ એ સિદ્ધ હોવાનો ભાવ પ્રસ્તુત કર્યો. આ વાત સાથે લોકભારતી જેવી સંસ્થાઓ પણ સમાજ માટે કામ કરી રહ્યાનો રાજીપો જણાવ્યો.
મોરારિબાપુના સાનિધ્ય પ્રસંગે અનુજ રામાનુજ અને ગૌતમ વિરાશની જોડી દ્વારા તબલા વાદન સાથે પ્રાસંગિક ભાવ રચના રજૂ થયેલ.
લોકભારતી પરિવારના અગ્રણી રામચંદ્રભાઈ પંચોળી, નિયામક હસમુખભાઈ દેવમુરારિ, કાંતિભાઈ ગોઠી, નીતિનભાઈ ભીંગરાડિયા, જગદીશગિરી ગોસાઈ, જયવંતસિંહ ગોહિલ, ભૌતિકભાઈ લીંબાણી, નિગમભાઈ શુક્લ, રેખાબેન વ્યાસ, ડાહ્યાભાઈ સેંધવ અને કાર્યકર્તાઓ સાથે વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel