ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં ‘ધરતીના છોરું’ અભિયાનમાં ચકલી માળાની ભેટ અપાઈ ત્યારે સંદેશો અપાયો કે, પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી રહેલી છે.
‘ધરતીનાં છોરું’ અભિયાન સંયોજક મૂકેશ પંડિતની ઉપસ્થિતિમાં ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં શિક્ષક પ્રકાશભાઈ પંચાલના સંકલન સાથે બેઠક યોજાઈ ગઈ, જેમાં વિદ્યાર્થીઓને સંદેશો અપાયો કે, પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી રહેલી છે.
ઈશ્વરિયાના વતની ઉગામેડી સ્થિત નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાકરાણી દ્વારા દાતા અંતર્ગત અહીંયા વિદ્યાર્થીઓને ચકલી માળાની ભેટ આપવામાં આવી છે.
આ વેળાએ આચાર્ય કિશોરભાઈ ઢેઢીનાં માર્ગદર્શનમાં શિક્ષક ગણ ભૂમિકાબેન પંચાલ, રેખાબેન સવાણી, કાજલબેન ડોડિયા, વિનોદભાઈ બાબરિયા અને હરજીભાઈ સરધારા આયોજનમાં સાથે રહ્યાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel