વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા નગરજનોને મિલકત વેરામાં રિબેટ યોજનાનો લાભ આપવાનો પ્રજાભિમુખ નિર્ણય કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના મિલકત વેરાની કુલ રકમ એક સાથે ભરપાઈ કરે તેવા કરદાતાઓને સામાન્ય વેરાની રકમ ઉપર ૧૦ ટકા રીબેટ મળશે. અગાઉના મિલકત વેરાની કોઈ રકમ બાકી ના હોય તેવા કરદાતાઓને જ આ યોજનાનો લાભ મળશે. તા. ૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં ચેક રિયલાઇઝેશન થયેલ હોય તેવા કિસ્સાઓમાં જ આ યોજના લાગુ પડશે.
આ રીબેટ યોજનાનો મહત્તમ લાભ મહાનગરપાલિકા વિસ્તારના વધુમાં વધુ રહીશોએ લેવા નડીઆદ મહાનગરપાલિકા કમિશનર જી.એચ.સોલંકી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel