વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમના સ્વર્ગવાસી માતા હીરાબેન મોદી વિશે આપવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓનો તીખો જવાબ આપ્યો. તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેતા કહ્યું કે બિહાર જેવી સમૃદ્ધ પરંપરા ધરાવતી ધરતી પર વિરોધ પક્ષના નેતાઓએ જે શબ્દો ઉચ્ચાર્યા તે માત્ર તેમની માતાના નહીં, પરંતુ દેશની તમામ માતાઓ અને બહેનોના અપમાન સમાન છે. મોદીએ જણાવ્યું કે, “મારી માતા રાજકારણથી દૂર રહીને આખું જીવન ગરીબી સામે સંઘર્ષ કરતા અમારા ઉછેરમાં પસાર કરી દીધું. તેમ છતાં આજે તેમને નિશાન બનાવવામાં આવ્યા. આ માત્ર મારી વ્યક્તિગત પીડા નથી, પરંતુ ભારતની માતૃત્વ સંસ્કૃતિ પર પ્રહાર છે.”
#WATCH | Prime Minister Narendra Modi says, "Mother is our world. Mother is our self-respect. I had not even imagined what happened a few days ago in this tradition-rich Bihar. My mother was abused from the stage of RJD-Congress in Bihar… These abuses are not just an insult to… pic.twitter.com/POPJbGFGqt
— ANI (@ANI) September 2, 2025
મોદીએ યાદ કર્યું કે તેમની માતા હીરાબેન મોદીએ અતિ ગરીબી વચ્ચે પણ ક્યારેય હિંમત હાર્યા વગર પોતાના બાળકોને સારા જીવન માટે ત્યાગ કર્યો. તેમણે બીમારીમાં પણ કામ કર્યું, ઘર ચલાવવા માટે પાઈ પાઈ બચાવી, કપડાં ખરીદવા માટે સંઘર્ષ કર્યો. મોદીએ કહ્યું કે આ જ પરિશ્રમ અને ત્યાગથી આજે તેઓ ભારતના વડાપ્રધાન બની શક્યા. આ સંદર્ભમાં તેમણે દેશની કરોડો માતાઓને નમન કરતા કહ્યું કે દરેક માતા પોતાના બાળકો માટે દેવી સમાન છે.
#WATCH | Prime Minister Narendra Modi says, "…My mother separated me from her so that I could serve crores of mothers like you. You all know that now my mother is not alive. Some time ago, after completing 100 years of age, she left us all. That mother of mine, who has nothing… pic.twitter.com/xQK5Yp8UJF
— ANI (@ANI) September 2, 2025
તેમણે સ્પષ્ટ કર્યું કે વિપક્ષના નેતાઓ દ્વારા અપમાનજનક શબ્દો બોલવા પાછળ એક ખતરનાક માનસિકતા છુપાયેલી છે. આ માનસિકતા મહિલાઓના શોષણ, અત્યાચાર અને અવગણનાની છે. મોદીએ ચેતવણી આપી કે જો આ પ્રકારની મહિલા વિરોધી વિચારધારાને સત્તા મળે તો દેશની માતા અને બહેનોને ભારે તકલીફો વેઠવી પડશે. “મને તો માફી આપવાનો સંસ્કાર છે, હું માફ કરી દઈશ, પરંતુ ભારતની આ પવિત્ર ધરતી માતાનું અપમાન ક્યારેય સહન નહીં કરે,” એમ મોદીએ કહ્યું.
#WATCH | Prime Minister Narendra Modi says, "…My mother raised us all in extreme poverty… She would never buy a new saree for herself and would save every penny for our family. Like my mother, crores of mothers of my nation do 'tapasya' every day."
(Video: DD) pic.twitter.com/xDPnRZRlsS
— ANI (@ANI) September 2, 2025
આ સાથે જ તેમણે કોંગ્રેસ અને આરજેડી પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે તેઓએ માત્ર તેમની માતાનો નહીં, પણ ભારતની સંસ્કૃતિ અને અખંડ માતૃત્વ પરંપરાનો અપમાન કર્યો છે. મોદીએ માગણી કરી કે કોંગ્રેસ અને આરજેડીને તરત જ જનતા સમક્ષ માફી માગવી જોઈએ અને બિહારની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિનિધિત્વ કરતી છઠી મૈયા પાસે ક્ષમા યાચના કરવી જોઈએ.
#WATCH | Prime Minister Narendra Modi says, "…These 'yuvraaj' born in royal families cannot understand the 'tapasya' of a poor mother and the pain of her son. They were born with a silver spoon in their mouth. They think that the power of the country and of Bihar is the legacy… pic.twitter.com/EW6hJAT5Cb
— ANI (@ANI) September 2, 2025
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે બિહારની મહિલા ઉદ્યોગસાહસિકોને સંબોધતા રાજ્ય જીવિકા નીધિ સાખ સહકારી સંઘ લિમિટેડની શરૂઆત પણ કરી. તેમણે જણાવ્યું કે આ યોજના મારફતે બિહારની લાખો મહિલાઓને સરળતાથી ફંડ મળશે અને તેઓ આત્મનિર્ભર બનશે. મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે બિહારની મહિલાઓએ પોતાની શક્તિનો પરિચય આપવો પડશે અને આ જ વિપક્ષના મહિલા વિરોધી વિચારધારાને સાચો જવાબ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel