ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની 321 શાળાઓમાં ભણતા 19,319 વિદ્યાર્થીઓને 75,604 નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત ડેડીયાપાડા ખાતે ચિકદા ગામે થઈ, જે 1 ઓગસ્ટ, 2025 સુધી પૂર્ણ થશે. નીલભાઈ રાવ પ્રમુખ પદ સંભાળતી વખતે ફૂલોના ગુલદસ્તા કે ભેટના બદલે નોટબુક ભેટ આપવાનો નવતર અભિગમ અપનાવ્યો હતો. આ પહેલને વ્યાપક સમર્થન મળ્યું, અને હજારો નોટબુક ભેટ તરીકે પ્રાપ્ત થઈ.
આ નોટબુક આર્થિક રીતે નબળા આદિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે, જેનાથી તેમના શિક્ષણમાં સીધો લાભ મળી રહ્યો છે. ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરણાથી શરૂ થયેલ આ અભિયાનનો ઉદ્દેશ નર્મદા જિલ્લાના દરેક બાળકને શિક્ષણની તક પૂરી પાડવાનો છે.
આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ શાળાઓમાં પહોંચી નોટબુક વિતરણ કરી રહ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે.આ પહેલને સ્થાનિક સમુદાયે ખૂબ સરાહી છે, અને તે નર્મદા જિલ્લામાં શિક્ષણના ક્ષેત્રે એક નવો અધ્યાય ઉમેરી રહી છે.